ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ના 13 વોર્ડની બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, મનપા ની સતા મેળવવા માટે ત્રણેય પક્ષો એટી ચોંટી નું જોર લગાવી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની પસંદગી મામલે મુખ્ય ત્રણેય પક્ષોમાં અલગ-અલગ ચિત્ર જોવા મળી રહ્યું છે જેમાં આપ ને ચાર વોર્ડ માં ઉમેદવારો મળતા નથી, જ્યારે કોંગ્રેસ 13 વોર્ડમાં કોકડું ગુંચવાયું જ્યારે ભાજપ છેલ્લી ઘડીએ નામો જાહેર કરશે.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી હંમેશની જેમ ‘વેઇટ એન્ડ વોચ’ની રણનીતિ અપનાવી રહી છે, જ્યારે અન્ય પક્ષો યાદી જાહેર કરવામાં મથામણ કરી રહ્યા છે, ત્યારે ભાજપ હજુ પણ પેનલ સ્ક્રુટિનીમાં વ્યસ્ત છે ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષ છેલ્લી ઘડીએ જ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે જેથી બળવાની શક્યતા ઘટાડી શકાય અને વિરોધ પક્ષોની વ્યૂહરચના સામે નવા અને મજબૂત ચહેરાઓ મેદાનમાં ઉતારી શકાય. જયારે ભાજપના ઉમેદવારો ના નામો પણ જાહેર નથી થયા ત્યાં તો શહેરમાં આજે રાત્રે કાર્યાલય ન ઉદ્ધાટન કરવામાં આવશે.

