Gujarat

જસદણ-વિંછીયા રોડ પર ટ્રક અને કારનો અકસ્માત

જસદણ-વિંછીયા રોડ પર માલધારી હોટલ નજીક ટ્રક અને ફોરવીલ કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું.અકસ્માતમાં કારચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક પુરપાટ ઝડપે આવી રહ્યો હતો, જેના કારણે આ અથડામણ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘાયલ કારચાલકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.