ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે કરવામાં આવેલી નવી ટ્રેડ ડીલ સામે આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં રેલી યોજી આગેવાનોએ કલેકટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. જેમાં આ કરાર દેશના કૃષિ અને પશુપાલન ક્ષેત્ર માટે ઘાતક સાબિત થશે તેવી આશંકા સાથે આ ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ કરાઈ છે. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ રેલી યોજી પહોંચ્યા હતા.
જ્યાં કચેરીએ રામધૂન બોલાવી આવેદન પાઠવ્યું હતું. જેમાં આગેવાન મયુરભાઇ સાકરીયા, કમલેશભાઇ કોટેચા, વિક્રમભાઇ દવે સહિતના આગેવાનોએ લેખિત રજૂઆત કરી હતી. જે મુજબ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વે, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર છે. ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક પડકાર ઉભો કરે છે.
આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ હીરા ઉદ્યોગ સંહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મુકવામાં આવ્યું સાબિત થઈ શકે છે. જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો ખેતી પણ અસરગ્રસ્ત થશે. જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે.

