Gujarat

જામનગરના શિક્ષિત યુવાન મધમાખી પાલનથી સફળ સ્વરોજગાર

જામનગરના ફલા ગામના શિક્ષિત યુવાન દિવ્યેશભાઈ ધમસાણીયાએ મધમાખી પાલનનો નવો વ્યવસાય શરૂ કર્યો છે. 2022માં 5 પેટીઓથી શરૂઆત કરી, આજે તેમની પાસે 175 મધપેટીઓનું મોટું નેટવર્ક છે.

દિવ્યેશભાઈ વાર્ષિક દોઢથી બે ટન શુદ્ધ મધનું ઉત્પાદન કરે છે. તેઓ વરીયાળી, અજમા, રાયડો, સુવા દાણા, ધાણા અને તલ સહિત 6થી વધુ ફ્લેવરમાં મધ તૈયાર કરે છે. પ્રતિ કિલો રૂ. 500ના ભાવે સીધું વેચાણ કરી વાર્ષિક 10 થી 12 લાખ રૂપિયા કમાય છે.

મધપેટીઓને ફૂલોની ઉપલબ્ધતા મુજબ જુદા જુદા વિસ્તારોમાં ખસેડવી પડે છે, જેમાં મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થાય છે. ઓછા વરસાદને કારણે હાલ ઓફ સિઝન જેવો માહોલ છે, તેથી તેમની તમામ મધપેટીઓ સોમનાથ અને વેરાવળમાં રાખવામાં આવી છે.