Gujarat

જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓએ ઇતિહાસ રચ્યો: એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ આઇપીઓ

રોકાણકારોની અભૂતપૂર્વ હિસ્સેદારી એક નવો વૈશ્વિક સીમાચિન્હ સ્થાપિત કરે છે, શ્રી ધીરુભાઈ અંબાણીના વારસા અને શ્રી મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય લોકો સુધી લઈ જવાના તથા લાખો ભારતીય રોકાણકારોને સશક્ત બનાવવાના વિઝનને આ સીમાચિન્હ આગળ ધપાવે છે.

* ઐતિહાસિક સીમાચિન્હ: ઈશ્યુ બંધ થવામાં હજુ પાંચ કલાક બાકી છે ત્યારે જિઓ પ્લેટફોર્મ્સના આઇપીઓને મળેલી અરજીઓએ એક કરોડનો આંકડો પાર કરી લીધો છે.

* નવો વિશ્વ વિક્રમ: જિયોના આઇપીઓએ વારી એનર્જીઝને પ્રાપ્ત અંદાજે 97 લાખ અરજીઓના અગાઉ નોંધાયેલા વિશ્વ વિક્રમને પાછળ છોડી દીધો છે.

* અન્ય મોટા આઇપીઓ કરતાં આગળ: બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બીસીસીએલ ભારતના અગાઉના વિક્રમ બનાવનારાઓમાં સામેલ હતા, જેમાં અંદાજે 90 લાખ અરજીઓ આવી હતી.

* અભૂતપૂર્વ રોકાણકાર ભાગીદારી: જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણકારોએ ગાઢ રૂચિ દર્શાવતા એક કરોડ અરજીનો આંકડો પાર કરનાર વૈશ્વિક સ્તરે પ્રથમ આઇપીઓ બન્યો છે.

* આ વિક્રમ હજુ આગળ વધી રહ્યો છે: બીડિંગ ચાલુ હોવાથી કૂલ અરજીઓની સંખ્યા હજુ પણ ઉચ્ચ વૈશ્વિક સીમાચિન્હ સ્થાપિત કરી શકે છે.