Gujarat

થાનગઢમાં વિકસિત ભારત 2047 થીમ પર સ્પર્ધા

થાનગઢ તાલુકામાં સંકલ્પ સેવા અભિયાન અંતર્ગત ‘વિકસિત ભારત @ 2047’ થીમ પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 110થી વધુ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધાઓ ‘મારા સપનાનું ભારત’ અને ’25 વર્ષ: સેવા અને અનુશાસન’ જેવા વિષયો પર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ પ્રધ્યુમનસિંહ રાણા, નાયબ મામલતદાર તરુણ દવે, હીરાભાઈ મીર, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.

મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને રાઈટિંગ પેડ આપવામાં આવ્યા. આ કાર્યક્રમનું સંચાલન બી.આર.સી. પરિવાર થાનગઢ અને પે સેન્ટર શાળા નંબર 2 દ્વારા કરવામાં આવ્યું હતું.