Gujarat

સુરેન્દ્રનગરમાં જીમમાલિકની કરતૂતોનો પર્દાફાશ

સુરેન્દ્રનગર શહેરના અલ્ટ્રા-મોડર્ન ‘કલબ 71’ જીમના માલિક આમીન યાસીન મુલતાની વિરુદ્ધ પોલીસે કાયદાનો શિકંજો કસ્યો છે. જીમની જ રિસેપ્શનીસ્ટ યુવતી પર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરવા અને તાબે ન થતાં તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પોલીસે આરોપી જીમ માલિકની ધરપકડ કરી છે.

પોલીસને મળેલા એક અનામી પત્ર—જેમાં “અમને દીકરી સમજીને તપાસ કરજો” એવી કરુણ અપીલ કરવામાં આવી હતી—તેના આધાર પર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ પોલીસે પત્ર મળ્યાના ગણતરીના 15 કલાકમાં જ જીમ પર રાત્રિ દરમિયાન દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન જીમમાંથી 1300 જેટલા યુવતીઓના ન્યૂડ અને વાંધાજનક ફોટોઝ તથા વીડિયો મળી આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી આમીન મુલતાની ગેરકાયદેસર રીતે કે લાયસન્સના આધારે વ્યાજવટાવનો વ્યવસાય પણ ચલાવતો હતો. જપ્ત કરાયેલા ચોપડાઓ, ચેક અને નોટરી કરારો પરથી આ દિશામાં પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.