International

ઇરાનમાં તેલ ભંડાર અને રિફાઇનરી સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થળો પર હવાઈ હુમલા

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે.આ દરમિયાન ઇઝરાયલે ઇરાનમાં તેલ ભંડાર અને રિફાઇનરી સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. ઇઝરાયલી મીડિયા વાયનેટ અનુસાર, ઇરાનના ૩૦ ફ્યુઅલ ટેન્ક અને ૩ તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, ઈરાને વળતો પ્રહાર કરતા ૫ દેશો પર હુમલા કર્યા. આમાં ઈઝરાયલ ઉપરાંત કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ)નો સમાવેશ થાય છે.

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ કહ્યું છે કે તેઓ અમેરિકા અને ઈઝરાયલ સામે છ મહિના સુધી યુદ્ધ લડવા સક્ષમ છે. ૈંઇય્ઝ્રના પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું હતું કે ઈરાનની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ બંને લાંબા સમય સુધી સંઘર્ષ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈઝરાયલ સાથે સંકળાયેલા લશ્કરી અડ્ડાઓ અને સુવિધાઓ સાથે સંકળાયેલા ૨૦૦થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના ઓઈલ ડેપો પર થઈ રહેલા હુમલા ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહ્યા છે, તેમાં અમેરિકા સામેલ નથી. અમેરિકાના ઉર્જા મંત્રી ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઈરાનના તેલ અને ગેસ સેક્ટરને નિશાન બનાવવાની કોઈ યોજના બનાવી રહ્યું નથી. ઝ્રદ્ગદ્ગ સાથેની વાતચીતમાં રાઈટે જણાવ્યું હતું કે તેહરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઓઈલ ડેપો પર થયેલા હુમલા એ ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી હતી.

આ હુમલાઓને કારણે તેહરાનમાં અનેક જગ્યાએ ભીષણ આગ લાગી હતી. રાઈટે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા ઈરાનના ઉર્જા માળખાને નિશાન બનાવી રહ્યું નથી અને તેમનો ઉદ્દેશ્ય ઈરાનના તેલ કે કુદરતી ગેસ ઉદ્યોગ પર હુમલો કરવાનો નથી. આ યુદ્ધના વાતાવરણને કારણે હોરમુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતી શિપિંગ સેવાઓ પર પણ અસર પડી છે. વૈશ્વિક સ્તરે વપરાતા લગભગ ૨૦ ટકા જેટલા તેલનો પુરવઠો આ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં અસ્થિરતા સર્જાઈ છે.