અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. આ દરમિયાન અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું છે કે મંગળવારે ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી તીવ્ર હુમલા કરવામાં આવશે. હેગસેથના મતે, આ હુમલામાં મોટી સંખ્યામાં ફાઈટર જેટ અને બોમ્બર વિમાનો સામેલ હશે. તેમણે દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતાઓ નબળી પડી રહી છે અને તે ખરાબ રીતે હારી રહ્યું છે. બીજી તરફ, ઈરાને પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે તે ધમકીઓથી ડરનારા નથી અને જે લોકો ઈરાનને ખતમ કરવાની વાત કરે છે, તેમણે પોતાના અંજામ વિશે વિચારી લેવું જાેઈએ. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીએ કહ્યું કે ઈરાની લોકો અમેરિકાની ધમકીઓથી ડરતા નથી. લારીજાનીએ કહ્યું કે અગાઉ પણ ઘણા શક્તિશાળી લોકો ઈરાનને ખતમ કરવાની કોશિશ કરી ચૂક્યા છે, પરંતુ તેઓ સફળ થયા નથી. લારીજાનીએ ટ્રમ્પને ચેતવણી આપતા કહ્યું કે જે લોકો ઈરાનને મિટાવવાની વાત કરી રહ્યા છે, તેમણે સાવધાન રહેવું જાેઈએ, ક્યાંક એવું ન થાય કે ઈરાનને મારવાના ચક્કરમાં તેઓ પોતે જ ખતમ થઈ જાય.
ઈઝરાયલે દક્ષિણ લેબનનના ચાર કસબાઓના લોકોને તાત્કાલિક તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે નબાતિએહ પ્રાંતના અર્નોન, યોહમોર, અલ-શર્કિયાહ અને જૌતર અલ-ઘરબિયાહના રહેવાસીઓએ તરત જ ઉત્તર દિશા તરફ જતા રહેવું જાેઈએ, કારણ કે આ વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે. લેબનનથી છોડવામાં આવેલા રોકેટ સેન્ટ્રલ ઈઝરાયલના અનેક વિસ્તારોમાં પડવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, મોટાભાગના રોકેટને એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડ્યા હતા, પરંતુ બે રોકેટ અલગ-અલગ સ્થળોએ પડ્યા હતા. ‘ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ‘ (ૈંડ્ઢહ્લ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ પર જણાવ્યું હતું કે લેબનન તરફથી અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, તેમાંથી મોટાભાગનાને રક્ષા પ્રણાલીએ રોકી લીધા હતા, પરંતુ બે પ્રોજેક્ટાઈલ સમયસર ઈન્ટરસેપ્ટ કરી શકાયા ન હતા અને તે જમીન પર પડ્યા હતા. હુમલામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઈઝરાયલના ‘હોમ ફ્રન્ટ કમાન્ડ‘ અને ‘એર ફોર્સ‘ની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું છે કે રોકેટની જાણકારી તો મળી ગઈ હતી, પરંતુ ટેકનિકલ કારણોસર તેને સમયસર રોકવામાં વિલંબ થયો હતો.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ઉૐર્ં) એ ઈરાનમાં ઝેરી ‘બ્લેક રેઈન’ને લઈને ચેતવણી જાહેર કરી છે. સંગઠન અનુસાર, ઓઈલના ઠેકાણાઓ પર હુમલા થયા બાદ હવામાં ઝેરી રસાયણો ફેલાઈ ગયા છે, જેના કારણે તેલયુક્ત વરસાદ પડી રહ્યો છે અને તેનાથી લોકોમાં શ્વાસ સંબંધિત બીમારીઓનું જાેખમ વધી શકે છે.ઉૐર્ં એ કહ્યું કે હુમલા બાદ હવામાં ટોક્સિક હાઈડ્રોકાર્બન, સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન સંયોજનો ફેલાઈ ગયા છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો, આંખો અને ત્વચામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી આવા પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી કેન્સરનું જાેખમ પણ વધી શકે છે. ઉૐર્ં એ લોકોને ઘરોની અંદર રહેવાની અને પ્રદૂષણથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે.
ડેનમાર્કે ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલું પોતાનું દૂતાવાસ કામચલાઉ ધોરણે બંધ કરી દીધું છે. ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસુમસેને જણાવ્યું છે કે વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ એટલી તણાવપૂર્ણ બની ગઈ છે કે દૂતાવાસને ખુલ્લું રાખવું શક્ય નથી. રાસુમસેને પત્રકારોને કહ્યું કે વધતા સુરક્ષા જાેખમોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ડેનમાર્કનું આ પગલું અન્ય ઘણા યુરોપિયન દેશોના ર્નિણયોને અનુરૂપ છે, જેમણે આ વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે પોતાના રાજદ્વારી મિશનની સુરક્ષા પર પુનર્વિચાર કર્યો છે. યુક્રેન આ અઠવાડિયે તેના સૈન્ય નિષ્ણાતોને કતાર, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા મોકલશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે આ નિષ્ણાતો ઈરાની ડ્રોનનો સામનો કરવાની રીતો વિશે આ દેશોને સલાહ આપશે. યુક્રેનને ઈરાનમાં બનેલા ‘શહીદ‘ ડ્રોન સાથે લડવાનો લાંબો અનુભવ છે. રશિયાએ યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા ચાર વર્ષના યુદ્ધમાં આ ડ્રોનનો વ્યાપક ઉપયોગ કર્યો છે. આ જ અનુભવના આધારે યુક્રેન હવે અખાતી દેશો સાથે તેની સૈન્ય વિશેષજ્ઞતા શેર કરશે. અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ આવતા અઠવાડિયે ઈઝરાયલની મુલાકાત લઈ શકે છે. ઝ્રદ્ગમ્ઝ્ર ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં વિટકૉફે કહ્યું કે આ મુલાકાત દરમિયાન ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. વિટકૉફના મતે, રશિયાએ અમેરિકાના સૈન્ય ઠેકાણાઓની ગુપ્ત માહિતી ઈરાન સાથે શેર કરવાનો ઇનકાર કર્યો છે. આ ઇનકાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફોન પર વાતચીત દરમિયાન કર્યો હતો.
કતારે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તમામ પક્ષોને હુમલા રોકવા અને વહેલી તકે રાજદ્વારી વાતચીત શરૂ કરવાની અપીલ કરી છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અન્સારીએ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે તેમનો દેશ તણાવ ઘટાડવા અને પ્રાદેશિક સ્થિરતા પુન:સ્થાપિત કરવા માટેના તમામ રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે હુમલા રોકીને વહેલી તકે વાતચીતની ટેબલ પર પાછા ફરવું એ આ વિસ્તારના લોકોના હિતમાં રહેશે. તેનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની સાથે સાથે વૈશ્વિક આર્થિક સ્થિરતાને પણ મજબૂતી મળશે. જાેકે, તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી કતાર પર દરરોજ હુમલા થઈ રહ્યા છે, ત્યાં સુધી તેની પ્રાથમિકતા આ હુમલાઓથી બચાવ કરવાનો અને તેનો જવાબ આપવાનો છે. કતારે કહ્યું છે કે તેમની સેના ઈરાન તરફથી થઈ રહેલા હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અન્સારીએ જણાવ્યું કે ઈરાન તરફથી સતત હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. માજિદે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે કતારના વિસ્તારમાં ઈરાન તરફથી હુમલાના પ્રયાસો સતત ચાલુ છે. તેમણે જણાવ્યું કે કોઈ પણ હુમલામાં એવા મહત્વના નાગરિક માળખાગત સુવિધાઓને નુકસાન થયું નથી, જેના પર સામાન્ય લોકોનું જીવન ર્નિભર છે. સુરક્ષા એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ઈરાનનો દાવો છે કે તેણે હાઈફામાં એક ઓઈલ રિફાઈનરી અને ઉર્જા સંગ્રહ યુનિટ પર હુમલો કર્યો હતો, જેમાં ઈઝરાયલના ઉર્જા માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાનના ખાતમ અલ-અંબિયાહ સશસ્ત્ર દળોના મુખ્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ હુમલો તાજેતરના હુમલાઓના નવા તબક્કાનો ભાગ હતો.

