International

કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજાે દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠિકાણાઓને નિશાન બનાવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. કુવૈતમાં અમેરિકન ફાઈટર જેટ F-15 ક્રેશ થઈ ગયું છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે જેની પાછળ ઇરાનનો હાથ હોઈ શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ગંભીરતાને લઈને વોશિંગ્ટન પોસ્ટ ના અહેવાલમાં કેટલાક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. પેન્ટાગોન અને ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યોમાં એવી આશંકા વધી રહી છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ “નિયંત્રણ બહાર” જઈ શકે છે.

અમેરિકી સૈન્ય નેતાઓ ચિંતિત છે કે જાે આ લડાઈ આગામી કેટલાક અઠવાડિયા સુધી સતત ચાલતી રહેશે, તો તેનાથી અમેરિકાના હવાઈ સંરક્ષણ ના સાધનો અને ઈન્વેન્ટરી પર મોટું દબાણ આવી શકે છે. લાંબા સમય સુધી ચાલનારા સંઘર્ષને કારણે સંસાધનોની અછત સર્જાય તેવી શક્યતાને પગલે સૈન્ય વ્યૂહરચનાકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઈરાન સમર્થક હિઝબુલ્લાહ સંગઠન પણ હવે આ યુદ્ધમાં ખુલીને સામે આવી જતાં ઈઝરાયલ પર બેફામ હુમલા કરી રહ્યું છે. તેના બાદથી ઈઝરાયલે પણ હિઝબુલ્લાહને ટારગેટ કરતાં વળતો પ્રહાર કર્યો છે. આ દરમિયાન ઈઝરાયલ તરફથી લેબેનોનમાં બેરુત શહેરને ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો જેથી નાગરિકોની જાનહાનિ ટાળી શકાય. ઈઝરાયલના આદેશને પગલે બેરુતમાં નાસભાગ જેવી અફરાતફરી સર્જાઈ હતી અને ભયાનક ટ્રાફિક જામીના દૃશ્યો સર્જાયા હતા. સાઈપ્રસે પુષ્ટી કરી છે કે અમારે ત્યાં એક બ્રિટિશ સૈન્ય ઠેકાણે ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જાેકે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી. આ ઘટના પ્રાદેશિક સુરક્ષા અને રાજકીય સ્થિરતાના સંદર્ભમાં ચિંતાનો વિષય બની ગયા છે.