ઈરાન પર હુમલો કરવાની અમેરિકાની યોજનાને મોટો ફટકો
ઈરાન પર મોટો હુમલો કરવાની અમેરિકાની યોજનાને એક મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સરકારે આંતરરાષ્ટ્રીય કાયદાનું કારણ આપીને અમેરિકાને પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેના કારણે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે.
યુ.એસ માટે બ્રિટનનો કડક અને આઘાતજનક ર્નિણય
બ્રિટિશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ઈરાન પરના કોઈપણ હુમલામાં ભાગીદાર બનીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટને ખાસ કરીને ગ્લોસ્ટરશાયર સ્થિત ‘રોયલ એર ફોર્સ બેઝ ફેરફોર્ડ‘ અને હિંદ મહાસાગરમાં આવેલા અત્યંત વ્યૂહાત્મક ‘ડિયેગો ગાર્સિયા‘ સૈન્ય મથકનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે. બ્રિટને સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર પોતાની અને સાથી દેશોની સુરક્ષા સુધી જ મર્યાદિત રહેશે.
યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ સરકારના આ વલણની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જાે ઈરાન પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી નહીં કરે, તો અમેરિકાને આ સૈન્ય મથકોની જરૂર પડી શકે છે. ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાનના આ ર્નિણયને ‘મોટી ભૂલ‘ ગણાવીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે.
જાે કે, આ વિવાદ પાછળ બ્રિટનની ચાગોસ ટાપુ સમૂહ મોરેશિયસને સોંપવાની યોજના પણ કારણભૂત મનાય છે. બ્રિટન આ ટાપુઓ મોરેશિયસને આપીને ડિયેગો ગાર્સિયા બેઝને ૯૯ વર્ષ માટે લીઝ પર પાછો લેવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે ૩૫ બિલિયન પાઉન્ડની રકમની ચર્ચા છે. ટ્રમ્પ પહેલેથી જ આ સોદાની વિરુદ્ધમાં છે. હાલની સંધિ મુજબ, ડિયેગો ગાર્સિયાથી હુમલો કરવા માટે અમેરિકાએ માત્ર બ્રિટનને જાણ કરવાની હોય છે, પરંતુ ઇછહ્લ બેઝ માટે લેખિત પરવાનગી અનિવાર્ય છે, જે બ્રિટને અત્યારે નકારી દીધી છે.

