ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીએ શિસ્ત અને કાયદાના ગંભીર ઉલ્લંઘનના શંકાસ્પદ આરોપસર વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ ઝાંગ યુક્સિયા અને લિયુ ઝેન્લી સામે તપાસ શરૂ કરવાનો ર્નિણય લીધો છે.
મંત્રાલય અનુસાર, ઝાંગ સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને સેન્ટ્રલ મિલિટરી કમિશન ના વાઇસ ચેરમેન છે, જ્યારે લિયુ ઝ્રસ્ઝ્ર જાેઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટના ચીફ ઓફ સ્ટાફ છે.
૭૫ વર્ષીય ઝાંગને રાષ્ટ્રપતિ શી જિનપિંગના સૌથી નજીકના લશ્કરી સાથી અને લડાઇનો અનુભવ ધરાવતા થોડા અગ્રણી અધિકારીઓમાંના એક તરીકે વ્યાપકપણે જાેવામાં આવે છે. તેઓ ચીનના સર્વોચ્ચ સશસ્ત્ર દળો કમાન્ડ સંગઠન ઝ્રસ્ઝ્ર ના બે વાઇસ ચેરમેનોમાંના એક છે.
૨૦૧૨ માં શી દ્વારા આદેશ આપવામાં આવેલા વ્યાપક ભ્રષ્ટાચારના કાર્યવાહીના મુખ્ય લક્ષ્યોમાં લશ્કર એક હતું. ૨૦૨૩ માં જ્યારે રોકેટ ફોર્સને નિશાન બનાવવામાં આવ્યું ત્યારે તે ઝુંબેશ સૈન્યના ઉચ્ચ સ્તર સુધી પહોંચી.
ઓક્ટોબર ૨૦૨૫ માં દેશના નંબર બે જનરલ, હી વેઇડોંગ સહિત આઠ ટોચના જનરલોને ભ્રષ્ટાચારના આરોપસર શાસક કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમણે શી હેઠળ અને ઝાંગ સાથે સેન્ટ્રલ મિલિટરી કમિશનમાં સેવા આપી હતી.
તાજેતરના વર્ષોમાં ભ્રષ્ટાચારના આરોપસર બે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનોને પણ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અદ્યતન શસ્ત્રોની ખરીદીને ધીમી પાડી રહી છે અને ચીનની કેટલીક સૌથી મોટી લશ્કરી કંપનીઓના આવકને અસર કરી રહી છે.

