જ્યાં એક તરફ દુનિયામાં વેપારીઓ નો તણાવ સતત વધી રહ્યો છે કેમ કે, ઘણા દેશો દ્વારા ટૅરિફ વધારવાની નીતિ અપનાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને જાહેરાત કરી છે કે તે ૧ મે ૨૦૨૬થી પોતાની સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા ૫૩ આફ્રિકન દેશો માટે તમામ આયાત શુલ્ક (ટૅરિફ) સંપૂર્ણપણે નાબૂદ કરી દેશે. આ ર્નિણય હેઠળ આ દેશોમાંથી આવતી લગભગ તમામ પ્રોડક્ટ્સ- પછી તે કૃષિ, ખાણકામ કે ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જાેડાયેલી હોય, હવે ચીનમાં કોઈપણ ટૅરિફ વગર એન્ટ્રી કરી શકશે. જેનાથી આફ્રિકન દેશો માટે વિશ્વના બીજા સૌથી મોટા ઉપભોક્તા બજારમાં પોતાનો હિસ્સો વધારવો ઘણો સરળ બની જશે.
ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા એક દેશને બહાર રાખવામાં આવ્યો
ચીન દ્વારા ઈસ્વાતિની દેશને આ યોજનાનો લાભ નહીં મળે, કારણ કે તે તાઇવાન સાથે રાજદ્વારી સંબંધો ધરાવે છે. ચીન લાંબા સમયથી ‘વન ચાઇના પોલિસી’નું સમર્થન કરે છે અને તાઇવાનને પોતાનો હિસ્સો માને છે. એવામાં જે દેશો તાઇવાન સાથે સત્તાવાર સંબંધો ધરાવે છે, તેમને આ પ્રકારની આર્થિક રાહતોથી દૂર રાખવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું માત્ર વ્યાપારિક જ નહીં પરંતુ વ્યૂહાત્મક પણ છે. ચીન આફ્રિકામાં પોતાનો પ્રભાવ સતત વધારી રહ્યું છે, પછી તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હોય, રોકાણ હોય કે સંસાધનો સુધી પહોંચ હોય. હવે ટૅરિફ હટાવવાથી આફ્રિકન દેશોનો ઝુકાવ ચીન તરફ વધુ વધી શકે છે.
ચીન સરકાર દ્વારા લેવામાં આવેલ આ ર્નિણયની સીધી અસર ચીન-આફ્રિકા વેપાર પર પડશે. આફ્રિકન દેશો માટે ચીનમાં નિકાસ કરવાનું સસ્તું થઈ જશે, જેનાથી તેમની પ્રોડક્ટ્સની માંગ વધી શકે છે. સાથે જ ચીનને પણ સસ્તો કાચો માલ અને સંસાધનો સરળતાથી મળી શકશે. વૈશ્વિક સ્તરે આ પગલાંને અમેરિકાની નીતિઓ સાથે જાેડીને પણ જાેવામાં આવી રહ્યું છે, જ્યાં તાજેતરમાં ટૅરિફને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. એવામાં ચીનનો આ ર્નિણય પોતાની જાતને એક ખુલ્લા અને સહયોગી વ્યાપારિક ભાગીદાર તરીકે રજૂ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે.

