International

સેટેલાઇટથી અમેરિકી લોકેશન ટ્રેક કરી રહ્યું હતું ચીન

ઈરાન પર પહેલી મિસાઈલ પડ્યા પહેલા જ ચીની કંપનીએ હુમલાની જાણકારી આપી હતી

૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર પહેલી મિસાઈલ છોડવામાં આવે તે પહેલા જ ચીની સોશિયલ મીડિયા પર સંકેતો મળવા લાગ્યા હતા કે અમેરિકા મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ટરનેટ પર અમેરિકી સૈન્ય તૈયારીઓ સંબંધિત સેટેલાઇટ તસવીરો ઝડપથી ફેલાવા લાગી હતી. આ તસવીરોમાં રનવે પર ઉભેલા લડાકુ વિમાનો, રણના એરફિલ્ડ પર ઉતરતા ટ્રાન્સપોર્ટ પ્લેન અને ભૂમધ્યસાગરમાં કોઈ વિમાનવાહક જહાજના ડેક પર તૈનાત ફાઈટર જેટ દેખાઈ રહ્યા હતા. આ તસવીરોની ખાસ વાત એ હતી કે તેમાં અસામાન્ય રીતે ઘણી બધી માહિતી આપવામાં આવી હતી, અને આ માહિતી અંગ્રેજીમાં નહીં પણ મેન્ડરિન (ચીની ભાષા)માં લખેલી હતી. તસવીરોમાં અલગ-અલગ વિમાનોના નામ જણાવવામાં આવ્યા હતા, મિસાઈલ સંરક્ષણ સિસ્ટમને સ્પષ્ટપણે ચિહ્નિત કરવામાં આવી હતી અને સૈનિકોની તૈનાતીને ચોક્કસ સ્થાન સાથે દર્શાવવામાં આવી હતી આ સેટેલાઇટ તસવીરોને એક ચીની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીએ ઓનલાઈન શેર કરી હતી. એક તસવીરમાં ઈઝરાયલના ઓવડા એર બેઝ પર લોકહીડ માર્ટિનના હ્લ-૨૨ સ્ટેલ્થ ફાઇટર ઊભેલા દેખાઈ રહ્યા હતા. બીજી તસવીરમાં સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર વિમાનો અને સપોર્ટ સિસ્ટમની વધતી જતી તૈનાતી દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત કતાર, જાેર્ડન અને બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને પણ નકશા પર ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આ તમામ તસવીરો શાંઘાઈ સ્થિત જિયોસ્પેશિયલ ઇન્ટેલિજન્સ કંપની મિઝાર વિઝને શેર કરી હતી, જેમાં ૨૦૦થી પણ ઓછા કર્મચારીઓ કામ કરે છે.

૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે મળીને “ઓપરેશન એપિક ફ્યુરી” હેઠળ ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા. તેના જવાબમાં તેહરાને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. પરંતુ આ સંઘર્ષની વચ્ચે એક બીજી વસ્તુ સમાંતર રીતે ચાલી રહી હતી. ઇન્ટરનેટ પર સતત સેટેલાઇટ તસવીરો સામે આવી રહી હતી, જેમાં અમેરિકી વિમાનો, મિસાઈલ સંરક્ષણ પ્રણાલી અને નૌકાદળની ગતિવિધિઓ દર્શાવવામાં આવી રહી હતી. આ તમામ તસવીરો શાંઘાઈ સ્થિત જિયોસ્પેશિયલ ઇન્ટેલિજન્સ કંપની મિઝાર વિઝન દ્વારા શેર કરવામાં આવી રહી હતી. એવું કહેવાય છે કે તસવીરોનો પહેલો મોટો સેટ ૨૦ ફેબ્રુઆરીની આસપાસ સામે આવ્યો હતો. મિઝાર વિઝને હાઈ-રિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરોનો એક સંગ્રહ બહાર પાડ્યો, જેમાં દક્ષિણ ઈઝરાયલના ઓવડા એર બેઝ પર અમેરિકી વિમાનોની તૈનાતી, સાઉદી અરેબિયા અને કતાર સહિત મિડલ ઇસ્ટના ઘણા દેશોમાં ફાઇટર જેટની હાજરી, અરબ સાગરમાં નૌકાદળની ગતિવિધિઓ અને વિમાનવાહક જહાજાેની અવરજવર દર્શાવવામાં આવી હતી. આ તમામ તસવીરો પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અલગ-અલગ માહિતી પણ ઉમેરવામાં આવી હતી. વિમાનોના પ્રકારો જણાવવામાં આવ્યા હતા, સપોર્ટ વિમાનોની ઓળખ કરવામાં આવી હતી અને મિસાઈલ સંરક્ષણ સિસ્ટમને પણ ચિહ્નિત કરવામાં આવી હતી. ૧ માર્ચ સુધીમાં આ ડેટા વધુ વધી ગયો હતો. મિઝાર વિઝને જાેર્ડન, કુવૈત, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતના સૈન્ય મથકોની પણ નવી સેટેલાઇટ તસવીરો બહાર પાડી. આ તસવીરોમાં અલગ-અલગ પ્રકારના વિમાનો, એર ડિફેન્સ સિસ્ટમની વ્યવસ્થા અને સૈનિકોની તૈનાતીને પણ દર્શાવવામાં આવી હતી.