ટ્રમ્પના ‘યુદ્ધ સમાપ્ત‘ થવાના નિવેદનની અસર, એશિયન શેરબજારોમાં ૬% સુધીનો વધારો
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આજે એટલે કે ૧૦મીએ મોટો ઘટાડો જાેવા મળ્યો છે. એશિયામાં શરૂઆતી કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ ૮.૫% ઘટીને ૯૨.૫૦ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયા. આ પહેલા ગઈકાલે તે ૧૧૫ ડોલરની નજીક પહોંચી ગયો હતો જ્યારે અમેરિકી તેલ પણ લગભગ ૯% ઘટીને ૮૮.૬૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે આવી ગયું છે. તેલના ભાવમાં આ ઘટાડો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન પછી આવ્યો છે, જેમાં તેમણે યુદ્ધ જલદી સમાપ્ત થવાની વાત કહી હતી.
ટ્રમ્પે કહ્યું- યુદ્ધ જલ્દી સમાપ્ત થશે ક્રૂડ તેલના ભાવમાં આવેલા આ ઘટાડાનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પનું તાજેતરનું નિવેદન માનવામાં આવે છે. સોમવારે ટ્રમ્પે કહ્યું હતું કે ચાલી રહેલું યુદ્ધ ‘ખૂબ જ જલ્દી‘ સમાપ્ત થઈ જશે. તેમના આ નિવેદનથી ગ્લોબલ સપ્લાય ચેઇનને લઈને જે અનિશ્ચિતતા હતી, તેમાં ઘટાડો થયો છે અને રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. જાેકે, વર્તમાન કિંમતો હજુ પણ યુદ્ધ શરૂ થતાં પહેલાંના સ્તર કરતાં લગભગ ૩૦% વધુ છે.
એશિયન શેરબજારોમાં તેજી, નિક્કેઈ ૨.૮% વધ્યો તેલના ભાવમાં ઘટાડાની સીધી સકારાત્મક અસર એશિયન શેરબજારો પર જાેવા મળી છે. મંગળવારે સવારે જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કેઈ ૨૨૫ લગભગ ૨.૮%ના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો.જ્યારે, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૫% થી વધુ ઉછળ્યો. નિષ્ણાતોનું કહેવું છે કે સસ્તું તેલ એશિયન અર્થતંત્ર માટે બૂસ્ટરનું કામ કરે છે કારણ કે આ ક્ષેત્રના મોટાભાગના દેશો ખાડી દેશોમાંથી તેલના મોટા ખરીદદારો છે.
ભારત જેવા તેલ આયાતકારોને રાહત મળશે એશિયન બજારોમાં આવેલી આ તેજી પાછળનું એક મોટું કારણ એ છે કે તાજેતરના દિવસોમાં તેલના વધતા ભાવે આ દેશોની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. ભારત, ચીન અને જાપાન જેવા દેશો તેમની ઊર્જા જરૂરિયાતો માટે મિડલ ઇસ્ટ પર ર્નિભર છે. તેલ સસ્તું થવાથી આ દેશોનું ઇમ્પોર્ટ બિલ ઘટશે અને મોંઘવારીને કાબૂમાં લેવામાં મદદ મળશે.
યુદ્ધના કારણે કિંમતોમાં ૩૦% સુધીનો વધારો થયો હતો જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા સંઘર્ષના કારણે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અવરોધ આવવાનો ડર હતો. આ જ કારણોસર કિંમતોમાં સતત ઉછાળો આવી રહ્યો હતો. સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધી તેલની કિંમતો લગભગ ૧૨૦ ડોલર સુધી પહોંચી ગઈ હતી.
૧૧ દિવસમાં ક્રૂડ ઓઇલનો ભાવ
તારીખ ક્રૂડ તેલનો ભાવ
૨૮ ફેબ્રુઆરી ૯૩ ડોલર પ્રતિ બેરલ
૯ માર્ચ ૧૧૮ ડોલર પ્રતિ બેરલ
૧૦ માર્ચ ૯૩ ડોલર પ્રતિ બેરલ
૧૧ માર્ચ ૮૮ ડોલર પ્રતિ બેરલ

