International

અમેરિકાને આવી વધુ ૩ જીત મળી જાય તો તે બરબાદ થઈ જશે : ઇરાનની સંસદના સ્પીકરનો કટાક્ષ

અમેરિકા અને ઈઝરાયલનું ઈરાન વિરુદ્ધનું યુદ્ધ દિવસે ને દિવસે ખતરનાક સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું ફાઈનલ અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે ઈરાને સમગ્ર મિડલ ઈસ્ટમાં ભડકો બોલાવી દેવાની ચેતવણી ઉચ્ચારી છે. આ દરમિયાન ઈરાન દ્વારા ફરી એકવાર કુવૈતમાં મોટો હુમલો કર્યાના અહેવાલ સામે આવ્યા છે. ઈરાની સેનાએ એક અત્યંત આક્રમક અને રહસ્યમય નિવેદન જારી કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ઈરાને ચેતવણી આપી છે કે આજની રાત્રે તેઓ એક એવો “પ્રચંડ અને ઐતિહાસિક આશ્ચર્યજનક” વળતો પ્રહાર કરશે, જેને “દુનિયા સદીઓ સુધી યાદ રાખશે.” અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સતત હુમલાઓ અને ટ્રમ્પના ૪૮ કલાકના અલ્ટીમેટમ વચ્ચે ઈરાનનું આ નિવેદન યુદ્ધને એક નવા અને સંભવિત વિનાશક સ્તરે લઈ જઈ શકે છે.

સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાન કદાચ તેના સૌથી ગુપ્ત શસ્ત્રો અથવા વ્યુહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ ઠેકાણાઓ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે, જેના કારણે મિડલ ઈસ્ટ સહિત સમગ્ર વિશ્વમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઈઝરાયલ એરફોર્સ (ૈંછહ્લ) એ છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય અને પશ્ચિમ ઈરાનમાં ઈરાની શાસનના ૧૨૦થી વધુ લક્ષ્યો પર સચોટ હુમલા કર્યા છે. આ વિનાશક કાર્યવાહીમાં મુખ્યત્વે બેલેસ્ટિક મિસાઈલ એરે સાઇટ્સ (મિસાઈલ તૈનાત કરવાના સ્થળો), ડ્રોન (ેંછફ) ઉત્પાદન અને લોન્ચિંગ કેન્દ્રો તેમજ એર ડિફેન્સ સિસ્ટમ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈઝરાયલનો દાવો છે કે આ હુમલાઓ દ્વારા ઈરાનની લાંબા અંતરની પ્રહાર ક્ષમતા અને હવાઈ સુરક્ષા કવચને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેનાથી ઈરાન માટે વળતો હુમલો કરવો હવે વધુ મુશ્કેલ બનશે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાનમાં ચાલી રહેલા હાઈ-રિસ્ક પાયલટ રેસ્ક્યુ મિશન દરમિયાન અમેરિકાના બે ટ્રાન્સપોર્ટ વિમાનોમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ વિમાનો ઈરાની સેનાના હાથમાં ન પડે અને કોઈ સંવેદનશીલ ટેકનોલોજી કે માહિતી દુશ્મન દેશ પાસે ન જાય તે હેતુથી, અમેરિકાના કમાન્ડ દ્વારા આ બંને વિમાનોને તે જ સ્થળે નષ્ટ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મિશન અત્યંત જાેખમી હતું કારણ કે રેસ્ક્યુ ટીમ ઈરાનના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પાયલટને શોધવા માટે ઘૂસી હતી. જાેકે, આ ટેકનિકલ અવરોધ છતાં અમેરિકી દળોએ અંતે તેમના ઓફિસરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, પરંતુ આ ઘટનાએ અમેરિકી સૈન્ય સાધનોની સ્થિતિસ્થાપકતા પર સવાલો ઉભા કર્યા છે.

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) એ દાવો કર્યો છે કે, ઈસ્ફહાનના દક્ષિણ વિસ્તારમાં એક અમેરિકન વિમાનને આંતરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ વિમાન અગાઉ તોડી પાડવામાં આવેલા અમેરિકન હ્લ-૧૫ ફાઈટર જેટના લાપતા પાયલટની શોધખોળ કરી રહ્યું હતું. ઈરાની સૈન્યનું કહેવું છે કે અમારી એર ડિફેન્સ સિસ્ટમે આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલા ‘દુશ્મન‘ વિમાનને સચોટ નિશાન બનાવ્યું છે. આ ઘટના બાદ આ પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે બંને દેશો વચ્ચે હવાઈ સંઘર્ષ હવે વધુ આક્રમક બની રહ્યો છે.ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) એ દાવો કર્યો છે કે, ઈસ્ફહાનના દક્ષિણ વિસ્તારમાં એક અમેરિકન વિમાનને આંતરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ વિમાન અગાઉ તોડી પાડવામાં આવેલા અમેરિકન હ્લ-૧૫ ફાઈટર જેટના લાપતા પાયલટની શોધખોળ કરી રહ્યું હતું. ઈરાની સૈન્યનું કહેવું છે કે અમારી એર ડિફેન્સ સિસ્ટમે આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહેલા ‘દુશ્મન‘ વિમાનને સચોટ નિશાન બનાવ્યું છે. આ ઘટના બાદ આ પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે બંને દેશો વચ્ચે હવાઈ સંઘર્ષ હવે વધુ આક્રમક બની રહ્યો છે. ઈરાને હવે અમેરિકાને પડકારતા કુવૈતમાં ઓઈલ રિફાઇનરી, ગેસ પ્લાન્ટ પર ભયાનક ડ્રોન હુમલો કર્યાના દૃશ્યો સામે આવ્યા છે. ઈરાને અહીંના પાવર પ્લાન્ટને પણ નિશાન બનાવ્યાની માહિતી મળી રહી છે. જેના બાદથી વિસ્તારમાં વીજ સપ્લાય ખોરવાઈ ગયો હતો.

ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં ઈરાન સાથેના યુદ્ધના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જ્યાં પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઈરાન પર ચાલી રહેલા હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની હતી, જેમાં પોલીસે હસ્તક્ષેપ કરીને અનેક દેખાવકારોની ધરપકડ કરી છે. લોકોનો આક્રોશ એ વાત પર છે કે આ સંઘર્ષ સતત લંબાઈ રહ્યો છે, જેના કારણે પ્રાદેશિક અસ્થિરતા અને સામાન્ય જનજીવન પર ખતરો વધી રહ્યો છે.ઈઝરાયલી દળોએ ઈરાન અને લેબનોનમાં વ્યાપક સૈન્ય કાર્યવાહી કરતા કુલ ૩૪૦થી વધુ લક્ષ્યો પર ભીષણ હુમલા કર્યા છે, જેમાં ઈરાન સ્થિત ૈંઇય્ઝ્રના ૨૦૦થી વધુ અને લેબનોનમાં હિઝબુલ્લાહના ૧૪૦થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદન કેન્દ્રો, શસ્ત્ર ભંડારો અને એર ડિફેન્સ સિસ્ટમને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે લેબનોનમાં હિઝબુલ્લાહની ખતરનાક ‘રાદવાન ફોર્સ‘નું હેડક્વાર્ટર, તાલીમ કેન્દ્રો અને લોન્ચિંગ સાઇટ્સને તોડી પાડવામાં આવી છે. ઈઝરાયલનો દાવો છે કે આ કાર્યવાહી દ્વારા ઈરાન અને તેના સહયોગી સંગઠનોની હુમલો કરવાની ક્ષમતાને કમરતોડ ફટકો પડ્યો છે. ઈરાનના જવાબી મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ અમેરિકન સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી છે, જેના પરિણામે બહેરીન સ્થિત યુએસ નેવીના પાંચમા બેડા (હ્લૈકંર હ્લઙ્મીીં) ના ૧,૫૦૦ સૈનિકો અને તેમના પરિવારોને તાત્કાલિક અમેરિકા પરત મોકલી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, સૈનિકો એટલી ઉતાવળમાં બેઝ છોડી રહ્યા છે કે તેઓ પોતાનો સામાન અને કાર પણ પાછળ છોડીને માત્ર એક બેગ સાથે પરત ફરી રહ્યા છે. પેન્ટાગોને સ્વીકાર્યું છે કે શુક્રવાર સુધીમાં ૧૩ સૈનિકોના મોત અને ૩૬૫ ઘાયલ થયા છે, પરંતુ તપાસ અહેવાલો મુજબ સેન્ટ્રલ કમાન્ડ (ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્) જાનહાનિના સાચા આંકડા છુપાવી રહી હોવાનો ગંભીર આરોપ છે. ઈરાને સાઉદી અરેબિયા, ેંછઈ અને કુવૈત જેવા દેશોમાં સ્થિત અમેરિકી ઠેકાણાઓ પર પણ હુમલા તેજ કર્યા છે અને સ્પષ્ટ માંગ કરી છે કે પોતાની સુરક્ષા માટે અમેરિકી દળોએ આ ક્ષેત્ર તાત્કાલિક ખાલી કરી દેવું જાેઈએ.