International

આંતરરાષ્ટ્રીય મંચ પર ફરીવાર પાકિસ્તાનની ‘આબરૂ‘ના ધજાગરા ઉડ્યા

પાકિસ્તાનના આર્મી ચીફને જર્મનીમાં સિક્યોરિટી ગાર્ડે રોકી આઈ.ડી કાર્ડ માંગ્યું

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ‘આબરૂ‘ના ધજાગરા ઉડવાનો સિલસિલો યથાવત છે. જર્મનીમાં મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સ માં મુનીર પોતાની વર્દીનો વટ પાડવા ગયા હતા, પણ ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તેમને કોઈ સામાન્ય માણસની જેમ જ અટકાવીને તેમનો ‘અસલી‘ હોદ્દો પૂછી લીધો.

પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરને જર્મનીમાં ‘ઓળખનું સંકટ‘ નડ્યું. મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સમાં મુનીર જ્યારે રુઆબમાં અંદર જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં તૈનાત ગાર્ડે તેમને અટકાવ્યા અને પૂછ્યું, “થોભો… તમારું આઈડી ક્યાં છે?”

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સુરક્ષાકર્મીએ પાકિસ્તાની સૈન્ય પ્રમુખને બિલકુલ ભાવ આપ્યો નહીં અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ ઓળખપત્ર બતાવવા કહ્યું. હદ તો ત્યારે થઈ જ્યારે ગાર્ડે મુનીરને તેમનું આઈડી કાર્ડ પલટાવીને બતાવવા પણ કહ્યું. પાકિસ્તાન માટે આ ઘટના કોઈ કૂટનીતિક બેઈજ્જતીથી ઓછી નથી, કારણ કે જે સેના પ્રમુખ પોતાની સત્તાના જાેરે પાકિસ્તાનમાં સરકારો બદલી નાખે છે, તેમને વિદેશમાં ગેટ પર ઉભા રાખીને ઓળખ પૂછવામાં આવી.

મહત્વ નું છે કે, ફક્ત બેઈજ્જતી જ નહીં, આસિમ મુનીર માટે જર્મનીમાં વિરોધ પણ સામનો કરવો પડ્યો હતો જેમાં, જર્મનીના સિંધી સંગઠન ‘જેય સિંઘ મુત્તાહિદા મહાજ‘ (ત્નજીસ્સ્) એ કોન્ફરન્સ સ્થળની બહાર જાેરદાર દેખાવો કર્યા. તેમણે આંતરરાષ્ટ્રીય સંગઠનોને પત્ર લખીને આસિમ મુનીર જેવા વ્યક્તિને આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં બોલાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. સંગઠને આક્ષેપ કર્યો કે પાકિસ્તાની સેનાનો ઈતિહાસ માનવાધિકાર ઉલ્લંઘન અને લોહીની હોળી ખેલવાનો રહ્યો છે.