International

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા ૧૮થી ૨૨ ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે છે. આજે તેમણે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠક દરમિયાન લુલાએ ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા પહેલગામ હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું, “આતંકવાદ કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા સાથે જાેડાયેલો નથી.” બીજી તરફ, ભારત અને બ્રાઝિલે ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ એલિમેંટ્સ પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આ કરાર મજબૂત સપ્લાય ચેઇન બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે કહ્યું હતું કે ભારત અને બ્રાઝિલ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને ઇં૨૦ બિલિયનથી વધુ સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.

ભારત-બ્રાઝિલ સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. પીએમ મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ સિલ્વાએ દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન એ મુદ્દાઓ પર હાથ મિલાવ્યા છે, જેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ઉડાન મળશે. હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાની હાજરીમાં ભારત-બ્રાઝિલ વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ પર સમજૂતી થઈ.. પીએમ મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ સિલ્વાએ હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત નિવેદન આપ્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ કરાર મજબૂત સપ્લાય ચેઇન બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે કહ્યું હતું કે ભારત અને બ્રાઝિલ વચ્ચે ડિફેન્સક્ષેત્રમાં પણ સહયોગ સતત વધી રહ્યો છે. આ બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને વ્યૂહાત્મક સમજણનું સારું ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું હતું કે આ પરસ્પર લાભદાયી ભાગીદારી વધુ મજબૂત બનશે. મોદીએ એમ પણ કહ્યું હતું કે આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રોમાં સહયોગની વિશાળ સંભાવનાઓ છે. ભારત બ્રાઝિલને સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓનો પુરવઠો વધારવા માટે કામ કરશે.

ઁસ્ મોદીએ કહ્યું, “રાષ્ટ્રપતિ લુલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને આનંદ થાય છે. ભારત-બ્રાઝિલ સંબંધો લાંબા સમયથી રાષ્ટ્રપતિ લુલાના વિઝન અને પ્રેરણાદાયી નેતૃત્વથી લાભદાયી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મને તેમને ઘણી વખત મળવાની તક મળી છે અને દરેક મુલાકાતમાં મેં તેમની ગાઢ મિત્રતા અને ભારતમાં વિશ્વાસ અનુભવ્યો છે. “રાષ્ટ્રપતિ લુલાની મુલાકાતે ઐતિહાસિક છૈં ઇમ્પેક્ટ સમિટની શોભા વધારી છે અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને ઊર્જા આપી છે. હું રાષ્ટ્રપતિનો તેમના મિત્રતા અને આપણા બંને દેશો વચ્ચેના સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ આભાર માનું છું.”

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઁસ્ નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. બંને નેતા વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક મળી, જેમાં ઘણી વેપાર સમજૂતીઓ પર મહોર લાગી. આમાં ટ્રેડ ડીલ સહિત અનેક કરારોને અંતિમ સ્વરૂપ આપવાની સંભાવના છે. લુલા ઁસ્ મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. તેઓ ૧૮-૨૨ ફેબ્રુઆરી સુધી ભારતના રાજકીય પ્રવાસે છે. મોદી સાથે મુલાકાત બાદ ૨૨ ફેબ્રુઆરીએ તેઓ સિઓલ (દક્ષિણ કોરિયા) જવા રવાના થશે.

ભારત-બ્રાઝિલ સંબંધો પર લુલાએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર ૧૫ અબજ ડોલર છે, જેને ૩૦-૪૦ અબજ સુધી વધારવો જાેઈએ. તેઓ ૨૬૦ બ્રાઝિલિયન ઉદ્યોગપતિઓ સાથે આવ્યા છે, જેથી અંતરિક્ષ, સંરક્ષણ, ફાર્મા જેવાં ક્ષેત્રોમાં ભાગીદારી થઈ શકે. એરોસ્પેસ કંપની એમ્બ્રેયર ભારતમાં પ્લાન્ટ ખોલશે. બંને દેશો ગ્લોબલ સાઉથનાં સૌથી મોટાં લોકતંત્ર છે અને ઉદાહરણ પૂરું પાડી શકે છે. લુલાએ આ વાત શુક્રવારે ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં કહી.