ચિલીની રાજધાની સેન્ટિયાગોમાં લિક્વિડ ગેસ લઈ જતી એક ટ્રક પલટી મારી જતાં તેમાં વિસ્ફોટ થયો. જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસ અનુસાર ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે આ અકસ્માત થયો. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત સિવાય અન્ય ૧૭ લોકો ઘાયલ પણ થયા છે. મૃતકમાં ટ્રક ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે. પ્રોસીક્યુટર ઓફિસ અકસ્માત તરફ દોરી જનારા કારણોની તપાસ કરી રહી છે. આ ટ્રક સ્થાનિક ગેસ કંપની ‘ગેસ્કો‘ (ય્ટ્ઠજર્ષ્ઠ) સાથે સંકળાયેલી હતી. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં વિસ્ફોટના સ્થળે આગની જ્વાળાઓ ઉછળતી દેખાઈ રહી હતી.
આ અકસ્માત ઉત્તરી સેન્ટિયાગોના રેન્કા કોમ્યુનમાં, એક મુખ્ય હાઇવે અને ઔદ્યોગિક વિસ્તારની નજીક થયો હતો. ૫૦ જેટલા વાહનોને નુકસાન થયું ફાયર ફાઈટરોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ લગભગ ૧૫૦થી ૨૦૦ મીટરની ત્રિજ્યામાં અનુભવાયો હતો અને તેમાં ઓછામાં ઓછા ૫૦ વાહનોને નુકસાન થયું હતું. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે જણાવ્યું હતું કે વિસ્ફોટનો કેટલોક કાટમાળ ત્રણ વ્યાપારી એકમોમાં ઉડ્યો હતો, પરંતુ અત્યાર સુધી કોઈ વધુ વ્યાપક નુકસાનના અહેવાલ નથી. સેન્ટિયાગો મેટ્રોપોલિટન રિજનના ગવર્નર ક્લાઉડિયો ઓરેગોના જણાવ્યા અનુસાર, પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

