International

ઓઈલ સંકટની અસર ચીન પર કેમ ન થઇ!

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે જ્યાં ઘણા દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યાં ચીન પર તેની અસર બાકી દુનિયાની સરખામણીમાં ઓછી દેખાઈ રહી છે. તેનું કારણ એ છે કે ચીન ઘણા વર્ષોથી પોતાને આવી પરિસ્થિતિઓ માટે તૈયાર કરી રહ્યું હતું.ચીન દુનિયાનો સૌથી મોટો ઓઈલ ખરીદનાર દેશ છે, તેથી જાે ઓઈલના પુરવઠામાં અવરોધ આવે તો તેને સૌથી વધુ નુકસાન થવું જાેઈતું હતું. પરંતુ ચીને પહેલાથી જ મોટા પ્રમાણમાં ઓઈલનો સંગ્રહ કરી રાખ્યો છે. આ ઉપરાંત, ચીન વીજળીથી ચાલતી સિસ્ટમ પર સ્થાનાંતરિત થઈ ગયું છે અને કોલસામાંથી પણ જરૂરી વસ્તુઓ બનાવી રહ્યું છે.ચીને ધીમે ધીમે પોતાની ઉર્જા નીતિને એવી રીતે બદલી કે તે વૈશ્વિક પુરવઠાના આંચકાનો સામનો કરી શકે.

સરકારે મહત્વના ક્ષેત્રોમાં રોકાણ વધાર્યું અને ઔદ્યોગિક શક્તિને રાષ્ટ્રીય સુરક્ષાનો ભાગ બનાવ્યો.આ સાથે, તેણે વીજળી બનાવવાના અન્ય માર્ગો પર પણ ઝડપથી કામ કર્યું છે, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ વિદ્યુત. આ જ કારણ છે કે હવે ચીનમાં પેટ્રોલ અને ડીઝલની માગ ધીમે ધીમે ઘટતી જઈ રહી છે.ચીનની સરકાર લાંબા સમયથી માને છે કે મજબૂત ઉદ્યોગ જ દેશની સાચી તાકાત છે. આ જ વિચારસરણી હેઠળ તેણે પોતાની ફેક્ટરીઓ અને ઉત્પાદન ક્ષમતાને એટલી મજબૂત બનાવી દીધી છે કે તેને બહારના દેશો પર ઓછું ર્નિભર રહેવું પડે. ખાસ કરીને તેણે એવા ક્ષેત્રો પર વધુ ધ્યાન આપ્યું, જે તેના માટે વ્યૂહાત્મક રીતે જરૂરી છે. સરકાર સીધી રીતે દિશા આપતી રહી કે કયા ક્ષેત્રોને મજબૂત કરવા, જેથી ચીન કોઈપણ પશ્ચિમી દેશના દબાણમાં ન આવે.ઊર્જા આ સમગ્ર વ્યૂહરચનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રહી છે. થોડા વર્ષો પહેલા સુધી ચીન પેટ્રોલ-ડીઝલ વાહનોનું સૌથી મોટું બજાર હતું, પરંતુ હવે તે ઇલેક્ટ્રિક વાહનોનું સૌથી મોટું બજાર બની ગયું છે. તેનો અર્થ એ છે કે હવે ત્યાં મોટી સંખ્યામાં વાહનો ઓઈલને બદલે વીજળીથી ચાલી રહ્યા છે, જેનાથી ઓઈલ પરની ર્નિભરતા ઓછી થઈ રહી છે.