National

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારો માટે ૨ કરોડ રૂપિયાની જાહેરાત કરી

‘રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ‘ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારીઓ માટે ૨ કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ૨૦૨૮ સુધીમાં ભરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, હેડ કોન્સ્ટેબલ અને છજીૈં (આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર) માટેની સહાય રકમ ૪૫ લાખ રૂપિયાથી વધારીને ૧ કરોડ રૂપિયા કરવામાં આવી છે; સબ-ઇન્સ્પેક્ટર માટે આ રકમ ૪૫ લાખથી વધારીને ૧.૨૫ કરોડ રૂપિયા અને ઇન્સ્પેક્ટર માટે ૫૦ લાખથી વધારીને ૧.૨૫ કરોડ રૂપિયા કરવામાં આવી છે. ડ્ઢજીઁ અને એડિશનલ જીઁ (વધારાના પોલીસ અધિક્ષક) કક્ષાના અધિકારીઓ માટે આ રકમ ૧.૫૦ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જીઁ અને ૈંઁજી અધિકારીઓ માટેનું વળતર ૧ કરોડ રૂપિયાથી વધારીને ૨ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે હોમ ગાર્ડ્સ માટેની સહાય રકમ ૫ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ હૈદરાબાદના ગોશામહલ પોલીસ સ્ટેડિયમ ખાતે આવેલા ‘પોલીસ શહીદ સ્મારક‘ પર આયોજિત પોલીસ સ્મૃતિ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે પરેડ દરમિયાન સલામી પણ સ્વીકારી હતી.

પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ એવા પોલીસ કર્મચારીઓને યાદ કર્યા જેમણે અન્યના જીવ બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના લડત આપી હતી. તેમણે ગોશામહલ પોલીસ સ્ટેડિયમમાં આવેલા પોલીસ શહીદ સ્મારક ખાતે આયોજિત ‘પોલીસ સ્મૃતિ પરેડ‘માં ભાગ લીધો હતો.

તેલંગાણા પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ૨૦૨૮ સુધીમાં ભરી દેવાશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી રેડ્ડીએ જાહેરાત કરી કે તેલંગાણા પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ૨૦૨૮ સુધીમાં ભરી દેવામાં આવશે. એક મહત્વપૂર્ણ ર્નિણય લેતા, મુખ્યમંત્રીએ જાહેર કર્યું કે ફરજ પર રહેલા હોમ ગાર્ડ્સ માટેની સહાય રકમ ૫ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ ડ્ઢય્ઁ સી.વી. આનંદને એવા હોમ ગાર્ડ્સ માટે સહાય રકમ વધારીને ૧૦ લાખ રૂપિયા કરવા અંગે જરૂરી પગલાં લેવા સૂચના આપી, જેમણે પોતાની ફરજ બજાવતી વખતે જીવ ગુમાવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે પોલીસ વિભાગમાં ૫,૦૦૦ ખાલી જગ્યાઓ ભરવા માટે પહેલેથી જ જાહેરનામું બહાર પાડી દીધું છે. તેમણે ઉમેર્યું કે સરકાર ૨૦૨૮ સુધીમાં પોલીસ વિભાગની તમામ ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રતિબદ્ધ છે.

તેલંગાણામાં ૧૧૨ ડીએસપી (ડ્ઢજીઁ) પદો પર ભરતી એક અભૂતપૂર્વ ઘટના છે.

મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ નોંધ્યું હતું કે તેલંગાણા રાજ્યના ઇતિહાસમાં ૧૧૨ ડીએસપી પદો પર ભરતી થવી એ અભૂતપૂર્વ બાબત છે. મુખ્યમંત્રીએ કહ્યું, “અમે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓની પણ ટ્રાફિક સહાયક તરીકે નિમણૂક કરી છે, જેનાથી સમાજમાં તેમના આત્મસન્માન અને ગરિમામાં વધારો થયો છે.”

મુખ્યમંત્રીએ પોલીસને મહિલાઓ અને બાળકો સાથે સંકળાયેલા કેસોમાં વધુ સંવેદનશીલતા દાખવવા અનુરોધ કર્યો અને ભારપૂર્વક કહ્યું કે પીડિતોને ન્યાય અપાવવામાં કોઈ વિલંબ થવો જાેઈએ નહીં. રેડ્ડીએ કહ્યું, “મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી માત્ર પોલીસ વિભાગની જ નથી. સમાજના દરેક વ્યક્તિએ પણ મહિલાઓની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી જાેઈએ.”