National

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ લાગવાથી ૧૦ દર્દીઓના મોત

ઓડિશા પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે વહેલી સવારે કટકમાં ઓડિશા સરકાર સંચાલિત એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા હતા. દર્દીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડતી વખતે હોસ્પિટલના લગભગ ૧૧ સ્ટાફને દાઝી જવાથી ઇજાઓ થઈ હતી.

આ ઘટના વહેલી સવારે ૩:૦૦ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગના પહેલા માળે અચાનક આગ લાગી હતી. એવું જાણવા મળ્યું છે કે મૃતકોમાં મોટાભાગના દર્દીઓ ટ્રોમા કેર આઈસીયુમાં દાખલ હતા.

આગ ફાટી નીકળતાની સાથે જ, હોસ્પિટલની ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી, અને હોસ્પિટલના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અગ્નિશામકોએ આગને કાબુમાં લેવા માટે અથાક મહેનત કરી હતી.

આ સમય દરમિયાન, હોસ્પિટલમાં અરાજકતાનું વાતાવરણ છવાઈ ગયું હતું, અને દર્દીઓના સગાંઓ, ગભરાટમાં ફસાયેલા, ચારે બાજુ દોડવા લાગ્યા હતા.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફાયર સર્વિસના અધિકારીઓ, હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ, દર્દીઓના સહાયકો સાથે મળીને, ૈંઝ્રેં માં સારવાર લઈ રહેલા દર્દીઓને બચાવ્યા અને જીઝ્રમ્ હોસ્પિટલના અન્ય વિભાગોમાં ખસેડ્યા, જે ઓડિશામાં એક મુખ્ય રાજ્ય સંચાલિત તબીબી સુવિધા છે. ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓને હોસ્પિટલના ન્યૂ મેડિસિન ૈંઝ્રેં માં ખસેડવામાં આવ્યા હતા.

આગ લાગવાની ઘટના મામલે સમાચાર મળતાં જ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, આરોગ્ય મંત્રી મુકેશ મહાલિંગ સાથે, સ્થળ પર પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે હોસ્પિટલ પહોંચ્યા. તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુવિધામાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા.

મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ શોર્ટ સર્કિટને કારણે જીઝ્રમ્ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોટી આગ લાગી હતી. તેની અસર ટ્રોમા કેર ૈંઝ્રેં અને નજીકના ૈંઝ્રૈં અને વોર્ડ પર પડી હતી, તેમણે કહ્યું. “કુલ ૨૩ દર્દીઓને અન્ય વિભાગોમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ૈંઝ્રેં અને વોર્ડમાં ખસેડતી વખતે સાત ગંભીર દર્દીઓના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓના મૃત્યુ પછી થયા હતા,” માઝીએ જણાવ્યું.

“મેં સંબંધિત અધિકારીઓને ઘાયલ દર્દીઓની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યા છે,” તેમણે કહ્યું.

મુખ્યમંત્રીએ દરેક મૃતકના પરિવારજનો માટે ૨૫ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

આરોગ્ય સચિવ, કટકના જિલ્લા કલેક્ટર અને ડીસીપી સહિત અનેક વરિષ્ઠ વહીવટી અધિકારીઓ હાલમાં ઘટનાસ્થળે હાજર છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.

હાલમાં, આગનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે, અને ઘટના અંગે વિગતવાર માહિતીની રાહ જાેવાઈ રહી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જ્યું છે અને હોસ્પિટલના સલામતી પ્રોટોકોલ અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાની એક હોસ્પિટલમાં આગની ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. “ઓડિશાના કટકની એક હોસ્પિટલમાં થયેલી દુ:ખદ આગની ઘટનામાં થયેલા જાનહાનિથી ખૂબ જ દુ:ખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા રાખું છું,” મુર્મુએ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાનહાનિ પર દુ:ખ વ્યક્ત કર્યું અને ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. “ઓડિશાના કટકમાં એક હોસ્પિટલમાં થયેલી દુર્ઘટના ખૂબ જ પીડાદાયક છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. દરેક મૃતકના સગાને પીએમએનઆરએફ તરફથી ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે,” પીએમઓએ એક ઠ પોસ્ટમાં જણાવ્યું.