National

મુંબઈ એરપોર્ટ પર ૩૮ કરોડનું ૨૯.૩૭ કિલો સોનું જપ્ત

મુંબઈ એરપોર્ટ પર બુધવારે ૨૯.૩૭ કિલો સોના સાથે ૨૪ કેન્યાઈ મહિલાઓની ધરપકડ કરવામાં આવી. રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI) એ આ મહિલાઓ પાસેથી ?૩૭.૭૪ કરોડનું સોનું જપ્ત કર્યું છે. આ મહિલાઓ કપડાં અને બેગમાં સોનું છુપાવીને લાવી રહી હતી.

હકીકતમાં, DRIને ઇનપુટ મળ્યું હતું કે કેન્યાના નૈરોબીથી આવતી કેટલીક મહિલા મુસાફરો સોનું લઈને મુંબઈ પહોંચશે. આ પછી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઓપરેશન ‘ધહાબુ બ્લિટ્ઝ’ ચલાવવામાં આવ્યું અને શંકાસ્પદ મુસાફરોને રોકવામાં આવ્યા.

તપાસમાં મહિલાઓ પાસેથી કુલ ૨૯.૩૭ કિલો સોનું મળી આવ્યું. જેમાં ૨૫.૧૦ કિલો સોનાની લગડીઓ અને ૪.૨૭ કિલો સોનાના દાગીનાનો સમાવેશ થાય છે.

એજન્સી અનુસાર, મહિલાઓને સોનું છુપાવવા અને એરપોર્ટ તપાસથી બચવાના રસ્તાઓ પહેલાથી શીખવવામાં આવ્યા હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે આખું કામ એક સંગઠિત નેટવર્ક દ્વારા કરવામાં આવી રહ્યું હતું, જે કેરિયર્સ દ્વારા સોનું ભારત મોકલી રહ્યું હતું. આ ગેંગ પોતે સોનું લાવતી ન હતી, પરંતુ પૈસાના લોભમાં લોકોને કેરિયર બનાવીને તેમના દ્વારા દાણચોરી કરાવતી હતી.

આ આ વર્ષે મુંબઈ એરપોર્ટ પર પકડાયેલા સૌથી મોટા કેસોમાંનો એક છે. તમામ મહિલાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યારે એજન્સી હવે આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ કાર્યવાહીનું નામ ‘ધહાબુ બ્લિટ્ઝ’ રાખવામાં આવ્યું છે. ‘ધહાબુ’ સ્વાહિલી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ સોનું થાય છે.