ભારતીય શેરબજારમાં ચાલી રહેલાં ઉતાર-ચઢાવને કારણે આઈપીઓ બજારમાં પણ સન્નાટો છવાયો છે. આ વર્ષે અત્યાર સુધી માત્ર ૫ આઈપીઓ લોન્ચ થયા છે. તેમાં પણ માત્ર ભારત કોકિંગ કોલએ જ લિસ્ટિંગ ડે પર રોકાણકારોને નફો અપાવ્યો. ચાલું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં લિસ્ટિંગ પર મળતાં નફામાં પણ ઘટાડો નોંધાયો છે. ફક્ત ૬૫ ટકા આઈપીઓએ જ લિસ્ટિંગ ડે પર નફો આપ્યો, જે ૭ વર્ષમાં સૌથી ઓછું છે. લિસ્ટિંગના દિવસે મળતો સરેરાશ નફો પણ ગયા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ૨૦.૬ ટકાથી ઘટીને ૪.૧ ટકા રહ્યો છે. એટલું જ નહીં, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આવેલા તમામ આઈપીઓનો સરેરાશ રિટર્ન -૬ ટકા રહ્યો છે, એટલે કે કુલ સરેરાશ રિટર્ન નેગેટિવ છે. ૨૦૨૫-૨૬માં મેનબોર્ડ આઈપીઓનો સરેરાશ લિસ્ટિંગ ગેઇન : ૪.૧ ટકા, જે ૨૦૨૪-૨૫માં ૨૦.૬ ટકા હતો.
આ વર્ષે આવેલી કંપનીઓ અને લિસ્ટિંગ ડે પરિણામ
આય ફાઇનાન્સ – ૦.૧ ટકા
ફેક્ટલ એનાલિટિક્સ – ૬ ટકા
શેડોફોક્સ ટેક્નોલોજી: – ૧૨ ટકા
અમાગી મીડિયા લેબ્સ: – ૩.૬ ટકા
ભારત કોકિંગ કોલ : +૭૭ ટકા
આ વર્ષે ભારત કોકિંગ કોલનો આઈપીઓ ૧૪૭ ગણો સબ્સ્ક્રાઇબ થયો અને ૨૦૨૬માં લિસ્ટિંગ ડે પર મોટો નફો આપનાર એકમાત્ર આઈપીઓ રહ્યો. આગામી ૮-૧૦ મહિનામાં સ્ટીલ સાથે જાેડાયેલી ઓછામાં ઓછી ૧૦ કંપનીઓ આઈપીઓ દ્વારા લગભગ રૂ—?.૭,૦૦૦ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. તેમાં સ્ટીલ ઇન્ફ્રા સોલ્યુશન્સ, જર્મન ગ્રીન સ્ટીલ, રાજપૂતાના સ્ટેનલેસ, બોમ્બે કોટેડ સ્ટીલ, એ-વન સ્ટીલ્સ, જિંદલ સુપ્રીમ, મધુર આયર્ન અને સિનેર્જી એડવાન્સ્ડ મેટલ્સ સામેલ છે. બજારમાં ચાલી રહેલાં ઉતાર-ચઢાવને કારણે આઈપીઓ લાવતી નવી કંપનીઓએ પોતાની સ્ટ્રેટેજી બદલી છે. હવે કંપનીઓ આઈપીઓનું સાઇઝ નાનું કરી રહી છે અને વેલ્યુએશન ઘટાડવા માટે પણ તૈયાર છે. રોકાણકારો હવે વધારાનાં દાવાઓ કરતાં કંપનીના નફા અને ભવિષ્યની કમાણી પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તેઓ છેલ્લા ૧૨ મહિનામાં લિસ્ટ થયેલી કંપનીઓ સાથે તુલના પણ કરે છે. આ વર્ષે આવેલા તમામ ૫ આઈપીઓએ ઇશ્યૂ સાઇઝમાં કાપ મૂક્યો છે.

