શનિવારે ઓડિશામાં રાઉરકેલા અને ભુવનેશ્વર વચ્ચે કાર્યરત નવ સીટવાળું વિમાન ક્રેશ થયું હતું. ઇન્ડિયાવન એર દ્વારા સંચાલિત આ વિમાન રાજ્યની રાજધાની તરફ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની. ક્રેશનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અહેવાલો મુજબ ટેકનિકલ ખામીને કારણે આ ઘટના બની હોવાનું કહેવાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રેશ સમયે વિમાનમાં સાત લોકો સવાર હતા, જેમાં છ મુસાફરો અને એક પાયલોટનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જાેકે વિમાનમાં સવાર લોકોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાઉરકેલાથી લગભગ ૧૦ થી ૧૫ કિલોમીટર દૂર તૂટી પડ્યું હતું. ચેતવણી જારી કરવામાં આવતા જ તાત્કાલિક કટોકટી સેવાઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બચાવ ટીમોએ ઘાયલોને તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા.
બચાવ અને પ્રતિભાવ ટીમો સ્થળ પર
દુર્ઘટના બાદ, અનેક વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. ભુવનેશ્વરથી પ્રવાસન વિભાગની એક ટીમ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સ્થળની મુલાકાત લે તેવી અપેક્ષા છે. સ્થાનિક વહીવટીતંત્રે બચાવ અને રાહત કામગીરી સરળ બનાવવા માટે વિસ્તારમાં સુરક્ષા અને સહાયતાના પગલાં ગોઠવ્યા છે.
વિમાન કેવી રીતે અને કયા સંજાેગોમાં ક્રેશ થયું તે નક્કી કરવા માટે અધિકારીઓએ તપાસની પ્રક્રિયા શરૂ કરી છે.
રાઉરકેલાના પોલીસ અધિક્ષક, નિતેશ વાધવાણીએ પુષ્ટિ આપી કે ચતારીખૃ બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં એક ફ્લાઇટ ક્રેશ થઈ હતી. “સ્થાનિક પોલીસ નિરીક્ષકો અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હવે તેઓ તબીબી દેખરેખ હેઠળ છે,” તેમણે કહ્યું. એસપીએ ઉમેર્યું કે ચાર મુસાફરો અને બે ક્રૂ સભ્યો વિમાનમાં હતા, જેમાંથી કેટલાકને માથામાં અને અન્યને હાથમાં ઈજા થઈ હતી. “બધા છ લોકોની હાલત સ્થિર છે. એરપોર્ટ ઓથોરિટી અને અન્ય એજન્સીઓની વિશેષ ટીમો વિગતવાર તપાસ શરૂ કરવા માટે ટૂંક સમયમાં પહોંચશે,” વાધવાણીએ જણાવ્યું.

