National

રેર અર્થ મુદ્દે ચીનને મોટો મેસેજ : પેકસ સિલિકા સંગઠનમાં ભારત જાેડાયું

અમેરિકા સહિત ૧૧ દેશોનું સંગઠન રેર અર્થ મામલે ચીનની ’દાદાગીરી‘ને ખતમ કરાશે

રેર અર્થ ખનીજને લઈને ભારત-અમેરિકા સહિત ૧૧ દેશોએ ચીનને મોટો મેસેજ આપ્યો છે. આ મામલે ચીનની ’દાદાગીરી‘ ખતમ થશે. અમેરિકાના નેતૃત્વવાળા પેકસ સિલિકા સંગઠનમાં ભારતે પણ સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે અહીં એઆઈ ઈમ્પેકટ સમીટમાં એક સમારોહમાં સંગઠનમાં સામેલ થવા સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ તકે કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવ અને ભારતમાં અમેરિકી દૂત સર્જિયો ગોર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. અમેરિકા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને વૈશ્વિક ખનીજ સપ્લાય ચેનને સુરક્ષિત અને ડાયવર્સીફાઈ કરવા માટે ઈન્ડો પેસીફીક ભાગીદાદરોની સાથે ગાઢ સહયોગ ઈચ્છે છે.

અમેરિકાના આર્થિક મામલાના અવર સચિવ જેકબ હેલ્બર્ગે જણાવ્યું હતું કે ૨૦મી સદીમાં દુનિયા તેલ અને સ્ટીલથી ચાલતી હતી પણ ૨૧મી સદીમાં દુનિયા કોમ્પ્યુટરથી ચાલે છે અને આ કોમ્પ્યુટર બનાવવા માટે લિથિયમ અને કોબાલ્ટ જેવા ખનીજ જરૂરી છે. મેકસ સિલિકાનો ઉદેશ ભરોસાલાયક દેશોની સાથે એક સંયુક્ત યોજના બનાવવાનો છે, જેથી ભવિષ્યની એઆઈ ટેકનીક તૈયાર કરી શકાય. તેમાં ઉર્જા, જરૂરી ખનીજ, હાઈટેક ફેકટરી, એઆઈ મોડલ બધું સામેલ છે. પેકસ સિલિકા સાથે જાેડાયેલા દેશો મળીને કામ કરવા પર સહમત છે. રેર અર્થ મેટલ ધરતીની અંદર મળી આવતી ૧૭ દુર્લભ ધાતુ છે. પેકસ સિલિકાનો મુખ્ય ઉદેશ, કોઈ એક દેશ પર ર્નિભરતાને ઘટાડવાનો છે. ચીનનું નામ લીધા વિના ચીનને પેક સિલિકાથી મેસેજ મોકલાયો છે.