National

જયપુરમાં ઘરની બહાર બેઠેલી મહિલાને વાને કચડી, મોત: અકસ્માત બાદ ડ્રાઈવર વાન મુકીને ફરાર થયો

જયપુરમાં ઘરની બહાર બેઠેલી વૃદ્ધ મહિલાને વાને કચડી નાખી હતી. વાન મહિલાને લગભગ ૧૫ ફૂટ સુધી ઢસડીને લઈ ગઈ. આસપાસ ઉભેલા લોકોએ પાછળ હટીને પોતાનો જીવ બચાવ્યો. અકસ્માત બાદ ડ્રાઈવર વાન મુકીને ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેમનું મૃત્યુ થયું. ઘટના બુધવારે બપોરે લગભગ ૧ વાગ્યે જયપુરના મહેશ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૌધરી કોલોનીની છે. ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે.માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વાનને જપ્ત કરી લીધી છે. સીસીટીવી ફૂટેજના આધારે ડ્રાઈવરની શોધખોળ કરવામાં આવી રહી છે.