National

AIADMKના ‘બે પાંદડા‘ પ્રતીક કૌભાંડ કેસમાં દિલ્હી કોર્ટે સુકેશ ચંદ્રશેખરને જામીન આપ્યા

દિલ્હીની એક કોર્ટે મંગળવારે AIADMK “બે પાંદડા” ચૂંટણી ચિહ્ન સાથે સંકળાયેલા કથિત કૌભાંડ સાથે જાેડાયેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કેસમાં સુકેશ ચંદ્રશેખરને જામીન આપ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

થોડા સમય અગાઉ કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરે ૨૦૧૭ માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  ની તપાસમાં તેમના વિરુદ્ધ મની લોન્ડરિંગનો આરોપ ઘડવાના ખાસ કોર્ટના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ એક કેસના સંદર્ભમાં હતું જેમાં તેમણે કથિત રીતે AIADMK નેતા ટીટીવી દિનાકરણ માટે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું અને વી કે શશિકલા જૂથ માટે પાર્ટીનું ‘બે પાંદડા‘ ચૂંટણી પ્રતીક મેળવવા માટે ચૂંટણી પંચના અધિકારીને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે દલીલો સાંભળ્યા પછી, ન્યાયાધીશ દિનેશ કુમાર શર્માની સિંગલ જજ બેન્ચે અવલોકન કર્યું કે “આ બાબત પર વધુ વિચારણાની જરૂર છે”, પક્ષકારોને તેમની લેખિત રજૂઆત દાખલ કરવાનો નિર્દેશ આપ્યો, અને કેસની સુનાવણી ૫ એપ્રિલના રોજ નક્કી કરી.