ડીઆરડીઓના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા મહારાષ્ટ્રના અહિલ્યા નગરમાં કેકે રેન્જમાં ગતિશીલ લક્ષ્ય સામે થર્ડ જનરેશન ફાયર એન્ડ ફોરગેટ મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ:-
સ્વદેશી રીતે વિકસિત, સ્ઁછ્ય્સ્ માં અત્યાધુનિક સ્વદેશી તકનીકો જેમ કે ઇમેજિંગ ઇન્ફ્રારેડ હોમિંગ સીકર, ઓલ ઇલેક્ટ્રિક કંટ્રોલ એક્ટ્યુએશન સિસ્ટમ, ફાયર કંટ્રોલ સિસ્ટમ, ટેન્ડમ વોરહેડ, પ્રોપલ્શન સિસ્ટમ અને હાઇ પર્ફોર્મન્સ સાઇટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે, જે ડીઆરડીઓની સિસ્ટર લેબોરેટરીઓ જેમ કે રિસર્ચ સેન્ટર ઇમરત, હૈદરાબાદ, ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી, ચંદીગઢ, હાઇ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી, પુણે અને ઇન્સ્ટ્રૂમેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, દેહરાદૂન દ્વારા વિકસાવવામાં આવી છે.
થર્મલ ટાર્ગેટ સિસ્ટમ ડિફેન્સ લેબોરેટરી, જાેધપુર દ્વારા ટાર્ગેટ ટેન્કનું અનુકરણ કરવા માટે વિકસાવવામાં આવી હતી. ૈંૈંઇ સીકર દિવસ અને રાતની લડાઇ કામગીરી ક્ષમતા સાથે સારી રીતે પરિપૂર્ણ છે. વોરહેડ આધુનિક મુખ્ય યુદ્ધ ટેન્કોને હરાવવા સક્ષમ છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ હથિયાર પ્રણાલી માટે ડેવલપમેન્ટ-કમ-પ્રોડક્શન પાર્ટનર્સ છે. આ મિસાઇલને ટ્રાઇપોડ અથવા લશ્કરી વાહન લોન્ચરથી લોન્ચ કરી શકાય છે.
રાજનાથ સિંહે DRDO ની પ્રશંસા કરી, તેને આર્ત્મનિભર ભારત માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO, DcPP ભાગીદારો અને ઉદ્યોગને સફળ પરીક્ષણ માટે અભિનંદન આપ્યા અને તેને આર્ત્મનિભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ટીમને અભિનંદન આપતા, સંરક્ષણ વિભાગના ઇશ્ડ્ઢ સચિવ અને ડ્ઢઇર્ડ્ઢંના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે જણાવ્યું કે પરીક્ષણ લક્ષ્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું, જેના કારણે શસ્ત્ર પ્રણાલી ભારતીય સેનામાં સામેલ થઈ ગઈ.

