મુંબઈથી બેંગલુરુ જઈ રહી હતી, ૨૦ મિનિટમાં પાછી ફરી; ટેકઓફ દરમિયાન તણખા પણ દેખાયા
મુંબઈથી બેંગલુરુ જઈ રહેલી એર ઈન્ડિયાની એરબસ છ૩૨૦ દ્ર્ગી ફ્લાઈટ છૈં૨૮૧૨ બુધવાર-ગુરુવારની મોડી રાત્રે ઉડાન ભર્યાના લગભગ ૨૦ મિનિટ પછી મુંબઈ એરપોર્ટ પર પાછી ફરી. અધિકારીઓએ જણાવ્યું કે હવામાં એક એન્જિન બંધ થતાં પાઈલટે રેડિયો પર ‘ઁછદ્ગ ઁછદ્ગ’ કોલ આપ્યો, ત્યારબાદ ફ્લાઈટને પ્રાથમિકતાના આધારે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી. એવિએશન ઇમરજન્સી પ્રોટોકોલમાં આ કોલ ‘સ્છરૂડ્ઢછરૂ’ થી એક સ્તર નીચે માનવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે પરિસ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક મદદની જરૂર છે, પરંતુ તાત્કાલિક જીવલેણ જાેખમની પરિસ્થિતિ નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેકઓફ દરમિયાન જાેરદાર અવાજ સંભળાયો અને તણખા પણ દેખાયા. ફ્લાઈટને મોડી રાત્રે ૨:૦૫ વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ તે લગભગ ૨:૩૦ વાગ્યે રવાના થઈ હતી. અધિકારીઓના મતે, ઉડાન ભર્યાના થોડી જ મિનિટો પછી ટેકનિકલ ખામી સર્જાઈ. યાત્રીઓએ પણ ટેકઓફ દરમિયાન કંઈક અસામાન્ય અનુભવાયું હોવાનું જણાવ્યું.અધિકારીઓએ જણાવ્યું કે લેન્ડિંગ પછી સંબંધિત વિમાનને આગળની ઉડાન માટે રોકવામાં આવ્યું અને તેની વિસ્તૃત ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. પછીથી તેની જગ્યાએ બીજી ફ્લાઇટે સવારે ૪:૪૫ વાગ્યે બેંગલુરુ માટે ઉડાન ભરી.
એવિએશન ઇમરજન્સી કોમ્યુનિકેશન્સમાં ‘ઁછદ્ગ ઁછદ્ગ’ એવી સ્થિતિને જણાવે છે જેમાં વિમાનને ટેકનિકલ અથવા સંચાલન સંબંધિત ગંભીર સમસ્યા હોય, પરંતુ સ્થિતિ તરત જ જીવલેણ ન હોય. આવા કોલ પછી એર ટ્રાફિક કંટ્રોલ વિમાનને પ્રાથમિકતાના આધારે લેન્ડિંગ ક્લિયરન્સ આપે છે અને ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરવામાં આવે છે.

