National

દિલ્હીના ટ્રાફિક પર બ્રિટનના પૂર્વ પીએમનો મજાકિયો અંદાજ

દિલ્હીની ટ્રાફિક સમસ્યા આમ આદમીને તો પરેશાન કરે જ છે પણ ગઇકાલે તેનો ભોગ ભારતીય મુળના બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક પણ બન્યા હતા. ટ્રાફિકના કારણે તેઓ એઆઇ સમિટમાં મોડા પહોંચતા તેમણે મજાકના અંદાજમાં કહ્યું હતું કે એઆઇ ઘણું બધું કરી શકે છે. પણ દિલ્હીનો ટ્રાફિક ખતમ ન કરી શકે! તેમની આ કોમેન્ટથી હાજર સૌ કોઇ હસી પડ્યા હતા.હાલ દિલ્હીમાં ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ ચાલી રહી છે.

જેમાં બ્રિટનના પૂર્વ સીએમ ઋષિ સુનક પણ ભાગ લેવા આવ્યા છે. ટ્રાફિક જામના કારણે તેમને સમિટમાં પહોંચવામાં મોડું થયું હતું.ઋષિ સુનક જેવા સમિટમાં મોડા પહોંચ્યા કે તેમણે મજાકિયા અંદાજમાં માફી માગતા કહ્યું હતું – સોરી હું કેટલીક મિનિટ લેટ થઇ ગયો અને આ પૂરી રીતે મારી ભુલ છે. એઆઇ ઘણું બધું કરી શકે છે, આપણે આ વીકમાં જાેયું, પરંતુ પણ તે હજુ સુધી દિલ્હીનો ટ્રાફિક હલ નથી કરી શક્યો, એટલે હવે ઘણું કામ કરવાનું બાકી છે. ઋષિ સુનકની વાત સાંભળી હાજર સૌ કોઇ હસી પડ્યા હતા.

ઋષિ સુનકે હળવા અંદાજમાં કહ્યું હતું કે ભારતે એઆઇની દોડમાં બ્રિટનને પાછળ રાખી દીધું, સાથે સાથે સુનકે એ પણ યાદ અપાવ્યું કે ઇંગ્લેન્ડ હજુ પણ આઇસીસી ટેસ્ટ રેન્કીંગમાં સૌથી આગળ છે.