National

પંજાબના શ્રી મુક્તસર સાહિબ ખાતે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની પોલીસે કરી ધરપકડ

પંજાબ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના માતા-પિતાની પંજાબના શ્રી મુક્તસર સાહિબ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે, અને ઉમેર્યું હતું કે તેમને ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

આ કેસ ડિસેમ્બર ૨૦૨૪નો છે જ્યારે પોલીસના જણાવ્યા મુજબ, સતનામ સિંહ, જે હરદેવ સિંહનો પુત્ર છે અને ઉદેકરણ ગામના રહેવાસી છે, તેની ફરિયાદના આધારે દંપતી સામે પ્રથમ માહિતી અહેવાલ નોંધવામાં આવ્યો હતો.

ગેંગસ્ટરના માતા-પિતા, શમશેર સિંહ (ગુરબક્ષ સિંહનો પુત્ર) અને પ્રીતપાલ કૌર, આદર્શ નગર, શેરી નંબર ૧, સેક્ટર નંબર ૧, કોટકપુરા રોડ, શ્રી મુક્તસર સાહિબના રહેવાસી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૩૦૮(૪), ૩૫૧(૧), અને ૩૫૧(૩) હેઠળ હ્લૈંઇ નોંધવામાં આવી હતી.

સતનામ સિંહ પંજાબ શિક્ષણ વિભાગમાં કામ કરે છે. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ૨૭ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ જ્યારે તેઓ સત્તાવાર ફરજ પર હતા ત્યારે તેમને એક ફોન આવ્યો હતો. આ કોલમાં ફોન કરનારે તેમને ધમકી આપી હતી અને ૫૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ફોન કરનારે ધમકી આપી હતી કે જાે ખંડણી ચૂકવવામાં નહીં આવે તો સતનામ અને તેના પરિવારને મારી નાખવામાં આવશે. આ પછી સતનામ અને તેના ભાઈએ પોલીસનો સંપર્ક કર્યો અને કેસ નોંધવામાં આવ્યો.

ગોલ્ડી બ્રારના માતા-પિતા સામે કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે પોલીસે ગેંગસ્ટરના નેટવર્કની આસપાસ સકંજાે કડક કરી દીધો છે. આ મહિનાની શરૂઆતમાં, પંજાબ પોલીસે બ્રાર સાથે જાેડાયેલા એક ખંડણી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને તેના ૧૦ સાથીઓની ધરપકડ કરી હતી. તેણે બે ઓસ્ટ્રિયન ગ્લોક પિસ્તોલ અને જીવંત દારૂગોળો સહિત ૧૨ આધુનિક હથિયારો પણ જપ્ત કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોની ઓળખ જતીન, જસપ્રીત, શુભમ, જતીન કટારિયા, રાજેશ, માનવ, વિકાસપાલ, નરેશ સેઠી, જતીન મટ્ટુ અને મુકુલ તરીકે થઈ છે. તેઓ વાતચીત માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરતા હતા, જેના કારણે પોલીસ માટે તેમને ટ્રેક કરવાનું મુશ્કેલ બન્યું હતું. જાેકે, પોલીસ દ્વારા લગભગ ત્રણ અઠવાડિયાના ઓપરેશન પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

“આ સંકલિત અને વ્યૂહાત્મક કામગીરીના પરિણામે ૧૨ આધુનિક હથિયારો, અસંખ્ય જીવંત કારતૂસ મળી આવ્યા છે અને ૧૦ મુખ્ય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે,” લુધિયાણા પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ જણાવ્યું હતું. “આ ઓપરેશન એ સ્પષ્ટ સંદેશ છે કે લુધિયાણા પોલીસ સંગઠિત ગુનાઓ અને ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક સામે નિર્ણાયક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે, ખાતરી કરશે કે આવી પ્રવૃત્તિઓને આપણા જિલ્લામાં કોઈ સ્થાન નથી.”