સોનું હવે ફકત શોખ નહીં, પણ રોકાણનો વિકલ્પ બન્યુ !
સોનાની માંગ અને પુરવઠાની તસવીર હવે સતત બદલાઈ રહી છે. ૨૦૨૫ના આંકડાઓ મુજબ દુનિયામાં ઉત્પાદન થયેલું અને રિસાયકલ થયેલું સોનું હવે સૌથી વધુ રોકાણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. કુલ સોનાની માંગમાં રોકાણનો હિસ્સો ૪૩.૫ ટકા છે, જે દર્શાવે છે કે સોનું હવે આભૂષણ કરતાં વધુ એક સુરક્ષિત નાણાકીય સંપત્તિ તરીકે જાેવામાં આવે છે. તે પછી ૩૨.૭ ટકા હિસ્સા સાથે જ્વેલરી સેક્ટર આવે છે, જ્યાં ગ્રાહકોની માંગ હજી પણ મજબૂત બની રહી છે.
સોનાનો કુલ પુરવઠો
સ્ત્રોત ટકાવારી ટન
ખાણ ઉત્પાદન ૭૧.૯૩ ટકા ૩૫૯૮.૦
રિસાયકલ સોનું ૨૮.૦૭ ટકા ૧૪૦૩.૦
રોકાણમાં સોનાનો ઉપયોગ
૧૩૭૪ -ફિઝિકલ ગોલ્ડ (બાર, સિક્કા, મેડલ)
૮૦૧.૨ -પેપર ગોલ્ડ (ETF અને શેરબજાર આધારિત)
આખરે દુનિયાનું સોનું ક્યાં જઈ રહ્યું છે ?
હિસ્સો ખરીદી
રોકાણ ૪૩.૫ ટકા ૨,૧૭૫.૩
જ્વેલરી ૩૨.૭ ટકા ૧,૬૩૮.૦
કેન્દ્રીય બેંક ૧૭.૨ ટકા ૦૮૬૩.૩
ટેકનિકલ ઉ. ૬.૬ ટકા ૦૩૨૫.૭
(સોનાની ખરીદી ટનમાં)

