National

શરીરમાં રહેલ ડી.એન.એ. વાંચીને બીમારી જણાવી શકશે ગુગલનું એ.આઈ.!

ગૂગલે ચિકિત્સા ક્ષેત્રમાં પણ મોટું પગલું ભર્યું છે. ગૂગલનું નવું એઆઈ મોડલ અલ્ફા જીનોમ (અહાવફૠયક્ષજ્ઞળય) હવે ડીએનએમાં થતાં ફેરફારોને સમજીને કહી શકે છે કે તેની આપણાં શરીર પર શું અસર થશે…..

અલ્ફા જીનોમ એવું એઆઈ મોડલ છે, જે ડીએનએની લાંબી-લાંબી સિક્વન્સને સરળતાથી વાંચીને બીમારીઓનો લગભગ ચોક્કસ અંદાજ લગાવી શકે છે. ગૂગલે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મોડલ તૈયાર કર્યું છે, જે ડીએનએમાં થયેલાં દરેક ફેરફારને સમજીને કહી શકે છે કે તેની અસર આપણાં શરીર પર કેવી રીતે પડશે.

સરળ ભાષામાં કહીએ તો, આ મોડલ ડીએનએને એ રીતે વાંચે છે, જેમ કોઈ એક્સપર્ટ ડોક્ટર એક સાથે એમઆરઆઈ , સીટી સ્કેન અને બ્લડ રિપોર્ટ જાેઈને બીમારીનો અંદાજ લગાવે. ગૂગલના જણાવ્યાં અનુસાર, અલ્ફા જીનોમ એવું એઆઈ મોડલ છે, જે ડીએનએની લાંબી સિક્વન્સને સરળતાથી વાંચીને બીમારીઓનો લગભગ સચોટ અંદાજ લગાવી શકે છે.

પહેલા સમજીએ કે ડીએનએ શું છે અને તે કેમ મહત્વનું છે?:

આપણાં શરીરની દરેક કોષિકામાં એક ખાસ માહિતી હોય છે, જેને જીનોમ (ય્ીર્હદ્બી) કહેવામાં આવે છે. આ જ કણોમાં એ માહિતી લખેલી હોય છે કે આપણે કેવા દેખાશું, આપણું શરીર કેવી રીતે કામ કરશે અને આપણને કઈ બીમારીઓનો ખતરો હોઈ શકે છે. આ માહિતી ડીએનએની ભાષામાં લખાયેલું હોય છે, જેમાં કરોડો અક્ષરો હોય છે.

સમસ્યા ત્યારે થાય છે, જ્યારે ડીએનએના કોઈ એક અક્ષરમાં નાનકડો ફેરફાર થઈ જાય, કારણ કે આવા નાના ફેરફારો ઘણી વાર ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે એ સમજવું ખૂબ મુશ્કેલ હતું કે આવા ફેરફારનો શરીર પર શું અસર પડશે. આ પડકારને અલ્ફા જીનોમ એઆઈ સરળ બનાવે છે.

કેટલું પાવરફુલ છે આ એઆઈ મોડલ?:

ગૂગલનું આ એઆઈ મોડલ એક સાથે ૧૦ લાખ ડીએનએ અક્ષરો વાંચી શકે છે અને અંદાજ લગાવી શકે છે કે કયો જીન ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂર્ણ થાય છે, કેટલું આરએનએ (ઇદ્ગછ) બનશે, કયો ભાગ એક્ટિવ રહેશે અને કયો ભાગ કયાં પ્રોટીન સાથે જાેડાશે. અત્યાર સુધીનાં એઆઈ મોડલ્સમાં એવું હતું કે તે ડીએનએનો નાનો ભાગ ખૂબ ઊંડાણથી જાેતાં હતાં અથવા મોટા ભાગને માત્ર સપાટીથી સમજી શકતાં હતાં. અલ્ફા જીનોમ પહેલીવાર બંને કામ એકસાથે કરે છે. તે ખૂબ લાંબું ડીએનએ પણ વાંચે છે અને દરેક ડીએનએને ઊંડાણપૂર્વક સમજે છે.

બીમારી સમજવામાં કેવી રીતે મદદ કરશે? :

માનો કે કોઈ માણસના ડીએનએમાં એક અક્ષર બદલાઈ જાય અને અની જગ્યાએ ઝ આવી જાય. હવે ડોક્ટરને જાણવું છે કે શું આ ફેરફારથી કોઈ જીન વધારે એક્ટિવ થઈ જશે? શું ખોટું આરએનએ બનશે? શું કેન્સર અથવા કોઈ જનેટિક બીમારી શરૂ થઈ શકે છે? અલ્ફા જીનોમ આવા ફેરફારને માત્ર એક સેક્નડમાં સ્કોર કરી શકે છે અને કહી શકે છે કે આ બદલાવ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.

કોણ આનો ઉપયોગ કરી શકે?:

હાલમાં સામાન્ય લોકો આ એઆઈ મોડલનો ઉપયોગ કરી શકશે નહીં. ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે અલ્ફા જીનોમ માત્ર રિસર્ચ માટે છે, સારવાર અથવા પર્સનલ જિન ટેસ્ટ માટે નહીં. આ એઆઈ ડોક્ટરની જગ્યાએ કામ નહીં કરે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ મોડલ જીનોમ રિસર્ચના ક્ષેત્રમાં એક મોટો માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.