National

MP-UPમાં તાપમાન 6°C થી 10°C સુધી વધી શકે

મધ્ય પ્રદેશમાં આજથી વરસાદની અસર ઓછી રહેશે. આ સાથે દિવસનું તાપમાન ૪°ઝ્ર થી ૬°ઝ્ર સુધી વધી શકે છે. ઉત્તર પ્રદેશમાં આ અઠવાડિયે વરસાદની સંભાવના નથી. છેલ્લા બે દિવસમાં ૫૦ થી વધુ જિલ્લાઓમાં વરસાદ-કરાનો પ્રભાવ રહ્યો. રાજ્યનું તાપમાન ૧૦°C સુધી વધી શકે છે.

રાજસ્થાનમાં વાવાઝોડા-વરસાદનો દોર અટકતા તાપમાન વધવા લાગ્યું છે. આગામી ૨ અઠવાડિયામાં ગરમી તેજ બનવાની સાથે કેટલાક શહેરોનું તાપમાન ૪૦°C કે તેથી ઉપર જઈ શકે છે.

દેશના અરુણાચલ પ્રદેશ, આસામ સહિત ૯ રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાની આશંકા છે. હિમાચલ પ્રદેશમાં એપ્રિલમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ૨૦૦% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે ૨-૯ એપ્રિલ વચ્ચે ૧૭.૬mm વરસાદ થતો હતો, આ વખતે ૫૨.૬mm થયો. રાજ્યના મહત્તમ તાપમાનમાં પણ ૬.૪°C નો ઘટાડો થયો છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ સહિત ૫ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. પહાડીઓ પર હિમવર્ષા થઈ શકે છે. પહાડી ગામ ગુંજીમાં ગ્રામજનોએ બરફ ઓગાળ્યો, ત્યારે જ તેમને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શક્યું. અહીં ત્રણ દિવસ સુધી હિમવર્ષા થઈ.