ટૂંક સમયમાં એવું બની શકે છે કે ?૧૦ હજારથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરત ન થાય. તેમાં ૧ કલાકનો વિલંબ થઈ શકે છે. આનાથી ગ્રાહકોને ખોટા ટ્રાન્ઝેક્શન રોકવા અથવા કેન્સલ કરવાની તક મળશે. દેશમાં વધતા ડિજિટલ ફ્રોડને રોકવા માટે RBIએ આ પ્રસ્તાવ મૂક્યો છે.ઇમ્ૈંનું માનવું છે કે ઠગબાજાે ઘણીવાર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવીને ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરાવે છે, આ વિલંબ તે દબાણને ખતમ કરશે. હાલમાં મોટાભાગના ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરત થાય છે, જેનાથી યુઝરને વિચારવાનો કે ભૂલ સુધારવાનો મોકો મળતો નથી.
૧. સિનિયર સિટીઝન્સ માટે ‘ટ્રસ્ટેડ પર્સન‘ સુવિધા:
૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો અને દિવ્યાંગો માટે સુરક્ષા વધુ કડક બનશે. ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે એક ‘ટ્રસ્ટેડ પર્સન‘ (ભરોસાપાત્ર વ્યક્તિ)ની મંજૂરી જરૂરી બની શકે છે. આ છેતરપિંડી સામે સુરક્ષાના બીજા લેયર તરીકે કામ કરશે.
૨. ભરોસાપાત્ર વ્યક્તિને ‘વ્હાઇટલિસ્ટ‘માં સામેલ કરી શકશો:
જાે તમે કોઈ એવી વ્યક્તિ કે વેપારીને પૈસા મોકલી રહ્યા છો જેને તમે જાણો છો, તો તમે તેને તમારી ‘વ્હાઇટલિસ્ટ‘માં સામેલ કરી શકો છો. વ્હાઇટલિસ્ટેડ લોકોને પેમેન્ટ કરવા પર આ ૧ કલાકનો વિલંબ લાગુ પડશે નહીં, જેનાથી નિયમિત લેણદેણમાં મુશ્કેલી નહીં આવે.
૩. ડિજિટલ પેમેન્ટ બંધ કરવા માટે ‘કિલ સ્વિચ‘:
RBI એ એક ‘કિલ સ્વિચ‘નું પણ સુચન આપ્યું છે. જાે કોઈ ગ્રાહકને લાગે કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે અથવા કોઈ ખોટું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે, તો તે એક ક્લિકથી તેની તમામ ડિજિટલ પેમેન્ટ સેવાઓને તરત જ બંધ કરી શકશે.

