મોટા ખર્ચ અને નગદ ચુકવણી પર આવકવેરા વિભાગની નજર રહેશે
આવકવેરા વિભાગે ડ્રાફ્ટ ઇનકમ ટેક્સ રૂલ્સ-૨૦૨૬ જાહેર કર્યા છે, જેનાં પછી ક્રેડિટ કાર્ડ સંબંધિત ઘણાં મહત્વનાં નિયમોમાં ફેરફાર થશે. અંતિમ મંજૂરી બાદ આ નવા નિયમો ૧ એપ્રિલ ૨૦૨૬થી અમલમાં આવી શકે છે અને ૧૯૬૨ના જૂના નિયમોની જગ્યાએ લાગું થશે. તેનો હેતુ મોટી લેવડદેવડ પર નજર રાખવી, ટેક્સ પાલન મજબૂત બનાવવું અને નાણાકીય પારદર્શિતા સુનિશ્ચિત કરવી છે. સૌથી મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ ચુકવણીની રિપોર્ટિંગ અંગે છે.
નવો પ્રસ્તાવ :-
જાે કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષ દરમિયાન પોતાનાં એક અથવા વધુ ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ રૂ?૦ લાખ અથવા તેથી વધુ ચુકવણી કરે છે, તો બેંક અથવા કાર્ડ જારી કરનાર સંસ્થાએ તેની માહિતી આવકવેરા વિભાગને આપવી પડશે.
સુવિધાઓ પણ :-
નવા નિયમોમાં કરદાતાઓને કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવી છે. હવે ત્રણ મહિનાની અંદરનું ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ ઁછદ્ગ કાર્ડ બનાવતી વખતે સરનામા પુરાવા તરીકે માન્ય ગણાશે. આથી ઁછદ્ગ અરજી પ્રક્રિયા વધુ સરળ બનશે.
કંપનીનાં ક્રેડિટ કાર્ડ પર પણ નિયમો લાગું પડશે :-
૧. કંપની દ્વારા આપવામાં આવેલાં કાર્ડ પર વ્યક્તિગત ખર્ચને વધારાનાં લાભ તરીકે ગણવામાં આવશે
૨. આવા ખર્ચ પર કર્મચારીને ટેક્સ ચૂકવવો પડશે
૩. માત્ર અધિકૃત કાર્ય સંબંધિત ખર્ચ પર જ ટેક્સ છૂટ મળશે
૪. હવે કંપનીઓ માટે પણ ખર્ચનો સંપૂર્ણ રેકોર્ડ અને પુરાવા રાખવા ફરજિયાત રહેશે.
રિપોર્ટિંગ અને દેખરેખ સંબંધિત ફેરફારો :-
રૂ?.૧૦ લાખ અથવા તેથી વધુ વાર્ષિક ક્રેડિટ કાર્ડ ચુકવણીની ફરજિયાત રિપોર્ટિંગ
રૂ? લાખ અથવા તેથી વધુ નગદ ચુકવણી પણ આવકવેરા વિભાગને રિપોર્ટ થશે
ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી વખતે ઁછદ્ગ નંબર આપવો ફરજિયાત રહેશે
ટેક્સ ચુકવણી માટે ક્રેડિટ કાર્ડને પણ માન્ય માધ્યમ બનાવવામાં આવશે

