બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે શુક્રવારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા. આ દરમિયાન બિહાર NDAના નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રી ર્નિમલા સીતારમણ, જે.પી. નડ્ડા, અર્જુન રામ મેઘવાલ પણ હાજર રહ્યા.
આ સાથે જ મુખ્યમંત્રીએ ચારેય સદનના સભ્ય બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ પહેલીવાર રાજ્યસભામાં પહોંચ્યા છે, જ્યારે ૬ વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. ૪ વાર બિહાર વિધાન પરિષદ અને ૨ વાર વિધાનસભાના સભ્ય બન્યા.
શપથ ગ્રહણ બાદ નીતિશ કુમારની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત નક્કી છે. આમાં બિહારની નવી રાજકીય રણનીતિ અને NDA સરકારના સ્વરૂપ પર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રો અનુસાર, બેઠક દરમિયાન બિહારના નવા ઝ્રસ્ અને બનનારી નવી સરકારના મંત્રીમંડળ પર ચર્ચા થઈ શકે છે.
આ પહેલા શુક્રવારે સવારે દિલ્હીમાં તેમને મળવા બિહારના મોટા નેતાઓ પહોંચ્યા. ત્નડ્ઢેંના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા, રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરે સવારે મુલાકાત કરી. પછી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, મંત્રી અશોક ચૌધરી અને મદન સહનીએ મુલાકાત કરી.

