National

પીએમ કેર સહિતના ત્રણ ભંડોળ અંગે સંસદમાં પણ પ્રશ્ન પુછી શકાશે નહી

વડાપ્રધાન કાર્યાલય લોકસભા સચીવાલયને જણાવી દીધુ

મોદી સરકારના આગમન બાદ રચાયેલા નવા પીએમ કેર ફંડ ઉપરાંત પ્રાઈમ મીનીસ્ટર નેશનલ રીલીફ ફંડ તથા નેશનલ ડીફેન્સ ફંડ અંગે સાંસદો પણ જાે કોઈ પ્રશ્ર્ન પૂછશે તો તેનો જવાબ અપાશે નહી. વડાપ્રધાન કાર્યાલયે આ અંગે કોઈ પ્રશ્ર્નો દાખલ નહી કરવા જણાવ્યુ છે. આ ત્રણેય ફંડો નિયમ ૪૧(૨) અને નિયમ ૪૧(૨)(૧૭) હેઠળ તેના સંબંધીત પ્રશ્નો દાખલ કરવાને પાત્ર નથી.

સંસદમાં ચુંટાયેલા સભ્યો કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકે તે માટે અલગ અલગ નિયમો છે અને તેમાં દર્શાવી નેગેટીવ યાદી સન્માન પ્રશ્ર્નો ઉઠાવી શકાતા નથી. આ ભંડોળમાં ભારત સરકારનો કોઈ ફાળો નથી અથવા તો તે કોન્સોલીડેશન ફંડ ઓફ ઈન્ડીયા હેઠળ આવતા નથી તેથી તેનો જવાબ સરકાર પાસે માંગી શકાય નહી. આ તમામનું ભંડોળ ખાનગી ‘દાન’ મારફત મેળવાયુ છે.

સંસદમાં પ્રશ્ર્નકાળ-ઝીરો મળશે કે સ્પેશ્યલ પેન્શનની હેઠળ આ કોઈ ભંડોળના પ્રશ્નોના જવાબ મળશે નહી. પીએમ કેર ફંડ એ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ નોંધાયુ છે અને રાષ્ટ્રીય ઈમરજન્સી જેવી સ્થિતિ માટે તે ભંડોળ મેળવાયુ છે. જેમાં વડાપ્રધાન તાત્કાલીક રાહત આપી શકે છે. નેશનલ ડિફેન્સ ફંડ એ સૈન્યના અને અર્ધલશ્કરી દળોના સભ્યોના કલ્યાણ માટે છે. કોવિડ સમયે પીએમ કેર ફંડની રચના થઈ હતી અને છેલ્લે તેમાં ૨૦૨૩માં રૂા.૬૨૮૩.૭ કરોડનું ભંડોળ દર્શાવ્યુ હતું. સરકારે હાઈકોર્ટ સુપ્રીમકોર્ટમાં પણ આ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ હોવાથી તેની માહિતી જાહેર કરી શકાય નહી તેવી દલીલો કરી હતી.