મૃત્યુદંડ અને અપિલની રાહત વચ્ચે ઝુલતી ૨૧ મહિલાઓની જીંદગી
દેશમાં વર્ષ ૨૦૨૪ના અંત સુધી મૃત્યુદંડનો સામનો કરતાં ૫૬૪ કેદીઓ જેલોમાં છે. તેમાં ૨૧ મહિલાઓનો સમાવેશ થાય છે. ગંભીર ગુનાઓમાં દોષી ઠરાવવામાં આવેલી આ મહિલાઓ હાલમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ લાંબા સમયથી રાહ જાેઈ રહી છે.
ઘણા કેસોમાં અપીલો ઉચ્ચ અદાલતોમાં બાકી છે, જ્યારે કેટલાક કેસોમાં દયા અરજીઓ પર હજી ર્નિણય થયો નથી. કેટલીક મહિલાઓને સજા મળ્યાં બાદ એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. મૃત્યુદંડ પામેલી સૌથી વધુ ૯ મહિલાઓ ઉત્તર પ્રદેશની છે.
નાલસાર યુનિવર્સિટી ઓફ લો ની રિપોર્ટ મુજબ આ મહિલાઓ હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની જેલોમાં બંધ છે. ૨૦૨૪માં ઉત્તર પ્રદેશમાં ૩૪, કેરળમાં ૨૦ અને પશ્ચિમ બંગાળમાં ૧૮ લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો. દેશમાં છેલ્લે ર્નિભયા કેસના ચાર દોષિતોને ફાંસી આપવામાં આવી હતી.
કેસ સ્ટડી
મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં મળી મૃત્યુદંડ
ફહમીદા મોહમ્મદને ૨૦૦૩માં મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા અને જવેરી બજારમાં થયેલાં બોમ્બ વિસ્ફોટ કેસમાં ૨૦૦૯માં દોષી ઠેરવવામાં આવી હતી. ૨૦૧૨માં બોમ્બે હાઇકોર્ટએ પણ તેની મૃત્યુદંડની સજા યથાવત રાખી.
બાળક અપહરણ અને હત્યામાં સજા
છત્તીસગઢની કિરણ બાઈને ૨૦૧૦માં બે વર્ષની બાળકીના અપહરણ અને હત્યા કેસમાં ૨૦૧૪માં દોષી ઠેરવી મૃત્યુદંડ આપવામાં આવ્યો. હાઇકોર્ટએ સજા યથાવત રાખી, દયા અરજી બાકી છે.
મૃત્યુદંડની
સંવિધાનિકતા પર પુનર્વિચારની જરૂર
મૃત્યુદંડને કોઈપણ ગુનામાં સૌથી કઠોર દંડ માનવામાં આવે છે. પરંતુ અભય એસ ઓકા એ ભારપૂર્વક જણાવ્યું કે અનુચ્છેદ ૨૧ના ઉલ્લંઘનના સંદર્ભમાં તેની સંવિધાનિકતા પર પુનર્વિચાર થવો જાેઈએ. દેશની નીચલી અદાલતોએ છેલ્લા ૧૦ વર્ષમાં ૧૩૧૦ લોકોને મૃત્યુદંડ આપ્યો છે, પરંતુ ૯૦ ટકા ચુકાદા પછીથી બદલાયાં.
મૃત્યુદંડ પર રાહતની રાહ જાેતા કેદીઓની સંખ્યા :-
વર્ષ -દોષિતોની સંખ્યા
૨૦૧૯ – ૩૭૮
૨૦૨૦- ૪૦૪
૨૦૨૧- ૪૯૦
૨૦૨૨- ૫૩૯
૨૦૨૩- ૫૫૪
૨૦૨૪-૫૬૪

