National

સંસદનું બજેટ સત્ર: બંને ગૃહોને રાષ્ટ્રપતિજીના પ્રેરણાદાયી સંબોધન સાથે શરૂ થયું: પ્રધાનમંત્રી

રાષ્ટ્રપતિનું સંબોધન તાજેતરના સમયમાં ભારતની નોંધપાત્ર વિકાસ યાત્રાને પ્રતિબિંબિત કરે છે જ્યારે ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા બતાવે છે : PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદના બજેટ સત્રના પ્રારંભે બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધનની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આજનું સંબોધન વ્યાપક અને સમજદારીભર્યું હતું. તે તાજેતરના સમયમાં ભારતની નોંધપાત્ર વિકાસ યાત્રાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા બતાવે છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે આજના સંબોધનમાં, વિકસિત ભારત બનાવવા પરના ભારને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યો હતો, જે મજબૂત અને આર્ત્મનિભર રાષ્ટ્ર નિર્માણની આપણી સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “તેણે રિફોર્મ એક્સપ્રેસ (Reform Express) ને વધુ ઝડપી બનાવવાની આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને નવીનતા તથા સુશાસન પરના ભારની પુષ્ટિ કરી છે.”

પ્રધાનમંત્રીએ ઠ પર પોસ્ટ કર્યું:-

“સંસદનું બજેટ સત્ર આજે બંને ગૃહોને રાષ્ટ્રપતિજીના પ્રેરણાદાયી સંબોધન સાથે શરૂ થયું. આપણી સંસદીય પરંપરાઓમાં, આ સંબોધનનું વિશેષ મહત્વ છે, કારણ કે તે નીતિ વિષયક દિશા અને સામૂહિક સંકલ્પને સ્પષ્ટ કરે છે જે આવનારા મહિનાઓમાં આપણા રાષ્ટ્રની વિકાસ યાત્રાને માર્ગદર્શન આપશે.

આજનું સંબોધન વ્યાપક અને સમજદારીભર્યું હતું. તે તાજેતરના સમયમાં ભારતની નોંધપાત્ર વિકાસ યાત્રાને પ્રતિબિંબિત કરે છે જ્યારે ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા બતાવે છે. વિકસિત ભારત બનાવવા પરના ભારને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યો હતો, જે મજબૂત અને આર્ત્મનિભર રાષ્ટ્ર નિર્માણની આપણી સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. આ સંબોધનમાં ખેડૂતો, યુવાનો, ગરીબો અને વંચિતો માટેના સતત પ્રયાસો પર પ્રકાશ પાડતા વિષયોની વિશાળ શ્રેણીને પણ આવરી લેવામાં આવી હતી. તેણે રિફોર્મ એક્સપ્રેસને વધુ ઝડપી બનાવવાની આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને નવીનતા તથા સુશાસન પરના ભારની પુષ્ટિ કરી છે.”