National

કોકરાઝારમાં ૪,૫૭૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

PM નરેન્દ્ર મોદી શુક્રવારથી આસામની બે દિવસની મુલાકાતે છે. તેઓ બપોરે ૧:૩૦ વાગ્યે ગુવાહાટી પહોંચ્યા. તેઓ આજે કોકરાઝાર અને સિલચરની મુલાકાત લેવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમણે કોકરાઝારમાં પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું PM લોકોને વર્ચ્યુઅલી સંબોધન કર્યુ. તેમણે કહ્યું- દાયકાઓથી, બોડોલેન્ડ નો એક પ્રદેશ વિશ્વાસઘાતનું સાક્ષી રહ્યું છે.

કોંગ્રેસે બોડોલેન્ડ પ્રદેશના ઘણા લોકોને ખોટા સપનાઓમાં ફસાવી રાખ્યા.મોદીએ કહ્યું કે કોંગ્રેસે દેખાડો કરવા માટે કાગળ પર કરાર કર્યા. તમે કોંગ્રેસને હાંકી કાઢી અને દ્ગડ્ઢછને તક આપી, તેથી અમે સમજદારીપૂર્વક ર્નિણયો લીધા.ત્યારબાદ PM ગુવાહાટીથી સિલચર જશે. અહીંથી તેઓ ઉત્તરપૂર્વ માટે ત્રણ નવી ટ્રેનોનું ઉદ્ઘાટન પણ કરશે. કાર્યક્રમ મુજબ, પીએમ સાંજે ૫ વાગ્યે ગુવાહાટીમાં આશરે ?૧૯,૬૮૦ કરોડના અનેક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.કોંગ્રેસ ખોટા વચનોની દુકાન છે. તેઓ એક વચન સાથે ચાર જુઠ્ઠાણા ભેટ આપે છે. જ્યારે, તમારી પાસે ભાજપનું સફળ મોડેલ છે.૨૦૦૩માં જ્યારે દિલ્હીમાં દ્ગડ્ઢછ સરકાર સત્તામાં હતી, ત્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સત્ય અને પ્રામાણિકતા સાથે કામ કરવામાં કોઈ કચાસ રાખી નહોતી.એનડીએની ડબલ એન્જિન સરકાર આસામના વારસાને જાળવવા અને તેના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપવા માટે અથાક પ્રયાસો કરી રહી છે.કોકરાઝાર સહિત સમગ્ર પ્રદેશે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેને નોંધપાત્ર નુકસાન થયું છે.આજે, બોડોલેન્ડ શાંતિ અને વિકાસના માર્ગ પર છે. આજે, આસામ શાંતિ અને પ્રગતિનો એક નવો અધ્યાય લખી રહ્યું છે.

આજે, હું તમને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને કડક સજા આપવા વિનંતી કરવા આવ્યો છું. સ્પષ્ટ સંદેશ આપો કે આસામમાં ઘુસણખોરો માટે કોઈ સ્થાન નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઠ પર એક પોસ્ટમાં ચાના ખેડૂતોને પટ્ટા વિતરણ અંગે લખ્યું કે આ ન્યાય અને સન્માનની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. હું આ માટે આસામમાં દ્ગડ્ઢછ સરકારની પ્રશંસા કરું છું. અમને ચાના બગીચાના પરિવારોની મહેનત પર ગર્વ છે અને અમે હંમેશા તેમના કલ્યાણ માટે કામ કરીશું. ૧૪ માર્ચે સવારે લગભગ ૧૦:૪૫ વાગ્યે વડાપ્રધાન સિલચરમાં ભૂમિ પૂજન કરશે અને લગભગ ૨૩,૫૫૦ કરોડ રૂપિયાના અલગ-અલગ પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે.

પીએમ આસામના દીમા હસાઓ અને વેસ્ટ કાર્બી આંગલોંગ જિલ્લાઓમાં આવેલા કોપિલી હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. રૂ. ૨,૩૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ ક્લીન એનર્જી ઉત્પાદનને વેગ આપશે, વિસ્તારમાં ગ્રીડ સ્થિરતામાં સુધારો કરશે અને ઘરો, ખેડૂતો અને ઉદ્યોગોને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે.

વડાપ્રધાન ઓઈલ ઈન્ડિયા લિમિટેડની નુમાલીગઢ-સિલીગુડી પ્રોડક્ટ પાઈપલાઈન ની ક્ષમતા વધારવાના પ્રોજેક્ટને દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ વધુ પેટ્રોલિયમ ઉત્પાદનો કાઢવામાં મદદ કરીને નુમાલીગઢ રિફાઈનરીને ૩ સ્સ્ઁછ થી ૯ સ્સ્ઁછ સુધી વધારવામાં મદદ કરશે. વડાપ્રધાન આ સાથે જ રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આમાં આશરે રૂ. ૪૨૦ કરોડના ખર્ચે બનેલી રંગિયા-મુરકોંગસેલેક રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન (૫૫૮ કિમી) અને આશરે રૂ. ૧,૧૮૦ કરોડના ખર્ચે બનેલી ચપરમુખ-ડિબ્રુગઢ રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન (૫૭૧ કિમી) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશરે રૂ. ૬૫૦ કરોડના ખર્ચે બનેલી બદરપુર-સિલચર અને બદરપુર-ચુરાઈવાડી રેલ લાઇન પણ સામેલ છે.