બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે ૨૮૪ બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, મમતા સામે પ્રદીપ પ્રસાદને ઉતાર્યા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ૨૮૪ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ ૨૯૪ બેઠકો પર ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કર્યા બાદ હવે બંગાળમાં કોંગ્રેસ અને ્સ્ઝ્ર એકબીજાની સામે ચૂંટણી લડશે. અધીર રંજન ચૌધરી બહેરામપુર વિધાનસભા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મૌસમ નૂરને માલતીપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે ભવાનીપુરથી મમતા બેનર્જી સામે પ્રદીપ પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે મમતા બેનર્જી સામે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને ઉતાર્યા છે, જ્યારે ઝ્રઁસ્એ શ્રીજીબ વિશ્વાસને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસની શનિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળની તમામ ૨૯૪ બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. શનિવારે ઉમેદવારો ઉતારવાના ર્નિણય બાદ રવિવારે કોંગ્રેસ તરફથી ૨૮૪ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં કુલ વિધાનસભા બેઠકોની સંખ્યા ૨૯૪ છે અને અહીં હાલમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય નથી. અગાઉની વિધાનસભા ચૂંટણી પણ કોંગ્રેસ અને ્સ્ઝ્રએ અલગ-અલગ લડી હતી અને મમતા બેનર્જી ત્રીજી વખત રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, ભાજપ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પૂર્વ ધારાસભ્ય અલી ઈમરાન રમ્ઝ (વિક્ટર) ઉત્તર દિનાજપુરની ચાકુલિયા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ સોમેન મિત્રાના પુત્ર રોહન મિત્રા બાલીગંજ બેઠક પરથી ચૂંટણી લડશે. નંદીગ્રામ મતવિસ્તારમાં કોંગ્રેસે પાર્ટીના યુવા ચહેરા શેખ ઝરિયાતુલ હુસૈન પર ભરોસો મૂક્યો છે. નંદીગ્રામથી ભાજપના નેતા સુવેન્દુ અધિકારી ચૂંટણી લડી રહ્યા છે. મોહિત સેનગુપ્તા રાયગંજ બેઠક પરથી, પૂર્વ ધારાસભ્ય અમલ આચાર્ય ઇટાહારથી, પૂર્વ ધારાસભ્ય નેપાલ મહતો બાઘમુંડીથી, પૂર્વ ધારાસભ્ય મિલ્ટન રાશિદ હસનથી અને મુસ્તાક આલમ હરિશ્ચંદ્રપુરથી ચૂંટણી લડશે.

