Sports

પાકિસ્તાનની ગંદી ચાલ: ત્રણ શરતો સાથે સોદાબાજી

ત્રિપક્ષીય બેઠકમાં વિસ્તૃત વાટાઘાટો: ૨૪ કલાકમાં અંતિમ ર્નિણય લેવાનુ અલ્ટીમેટમ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને ચાલી રહેલી મડાગાંઠમાં હવે નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સામે શરતો મૂકીને સોદાબાજી શરૂ કરી છે.લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ૈંઝ્રઝ્રના ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજા, ઁઝ્રમ્ ચીફ મોહસિન નકવી અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલ વચ્ચે લાંબી બેઠક ચાલી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચને બચાવવાનો હતો. જાેકે, આ મીટિંગમાં કોઈ અંતિમ સમજૂતી થઈ શકી નથી, પણ પાકિસ્તાને તેનો પક્ષ નરમ પાડીને શરતોનું લિસ્ટ પકડાવી દીધું છે.

રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાને ભારત સામે મેચ રમવા માટે ૈંઝ્રઝ્ર સામે ત્રણ મુખ્ય માંગણીઓ રાખી છે.જે મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને થયેલા નુકસાનનું વળતર અપાવવું. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેની ફી (ઁટ્ઠિંૈષ્ઠૈॅટ્ઠંર્ૈહ હ્લીી) માં વધારો અથવા વિશેષ ભથ્થું.અને ભવિષ્યમાં આયોજિત થનારી ઈંઈઈ ટ્રોફી કે ઈવેન્ટ્સના યજમાનીના અધિકારોની ખાતરી આપવી.થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં નહીં રમે. પરંતુ એક્સપર્ટ્સ પહેલેથી જ માનતા હતા કે આર્થિક ભીંસમાં ફસાયેલું પાકિસ્તાન આટલું મોટું નુકસાન વેઠી શકે તેમ નથી. હવે પાકિસ્તાન ’કન્ડિશનલ’ સહમતી દર્શાવી રહ્યું છે, જે એ વાતનો સંકેત છે કે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોના મેદાનમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને જાેવા મળી શકે છે.વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંને ટીમોના ફોર્મની વાત કરીએ તો, પાકિસ્તાન માંડ-માંડ નેધરલેન્ડ્સ સામે જીત્યું છે, જ્યારે ભારતને પણ અમેરિકા સામે જીતવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

ટી૨૦ વર્લ્ડકપમાં ભારત સામેના મેચનો બહિષ્કાર જાહેર કરનાર પાકિસ્તાન યુ-ટર્ન લેવાની ફિરાકમાં છે જ અને તે માટે જુદી-જુદી શરતો મુકી રહ્યું છે. ભારતીય ખેલાડીઓ પાક ખેલાડીઓ સાથે હાથ મિલાવતા નથી એટલે તે મુદ્દો પાકિસ્તાને ઉપસ્થિત કર્યો છે. કોઈપણ મેચમાં ગમે તે હરિફ ટીમો હોય અને ગમે તેવી દુશ્મનાવટ હોય, હેન્ડશેકનો નિયમ ફરજીયાત કરવાની શરત મુકી છે.આ સિવાય ૨૦૧૩થી ભારત-પાકિસ્તાન દ્વીપક્ષીય ક્રિકેટ શ્રેણી રમ્યા નથી. આ પ્રકારની શ્રેણી ફરી શરૂ કરવા આઈસીસી મારફત ભારતીય ક્રિકેટ બોર્ડ પર દબાણ સર્જવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાે કે, આઈસીસીએ તે વાત ફગાવી હતી.ભારત-પાક મેચ યથાવત રાખવા શ્રીલંકા ક્રિકેટ બોર્ડની મોટી ભૂમિકા રહી છે.

શ્રીલંકાએ પાકિસ્તાનને એ યાદ અપાવ્યુ હતું કે જયારે પાકિસ્તાન ક્રિકેટ આંતરરાષ્ટ્રીય બહિષ્કારનો સામનો કરી રહ્યુ હતું. જયારે શ્રીલંકાએ જ હાથ પકડયો હતો. જયારે શ્રીલંકાએ જ હાથ પકડયો હતો. ભારત સામેનો મેચ ન રમવાથી શ્રીલંકાના પ્રવાસન તથા હોટલ ઉદ્યોગને મોટુ નુકશાન થાય તેમ છે. શ્રીલંકાના આકરા વેણથી પણ પાકિસ્તાનને ર્નિણય બદલવા વિચારવુ પડયુ છે.