ઉના તાલુકાની સીમ વિસ્તારમાં અવાર નવાર અજગર નિકળતા જોવા મળી રહ્યા છે. જેથી લોકોમાં પણ ભય ફેલાયો છે ત્યા વધું એક ઉમેજ ગામની સીમ વાડી વિસ્તારમાં ખેતી પાક કપાસના વાવેતરમાં અજગર જોવા મળતા ખેડૂત અને શ્રમિકો વર્ગમાં નાશભાગ મચી હતી. ઉમેજ ગામે ગીગલીપા વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂત જોધુભા જીવાભા ગોહિલના ખેતરમાં કપાસનું વાવેતર કરેલ હોય તેમાં શ્રમિકો કપાસ વીણતા હતા. ત્યારે અચાનક અજગર નજરે પડતાં ખેડૂત તેમજ મજુરોમાં નાસ ભાગ મચી હતી. અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે આ અજગર જોવા મળતા થોડીક ક્ષણોમાં અઘોચર ઝાડમાં નાશી ગયેલ હોવાનુ વાડી માલીકે જણાવેલ હતું. બાદમાં ખેતીમાં કામગીરી બંધ રાખી દીધેલ હતી…
