Gujarat

ઉનાના સૈયદ રાજપરાના માથાભારે શખ્સને પાસા હેઠળ અટકાયત કરી સેન્ટ્રલ જેલ ભુજ ખાતે ધકેલી દેવાયો..

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણીની આચારસંહિતાની અમલવારી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે માથાભારે ઈસમો પર કડક કાર્યવાહીના ભાગરૂપે પાસા જેવા અટકાયતી પગલા લેવા સૂચના આપવામાં આવેલ હોય ત્યારે નવાબંદર મરીન પોલીસ મથકના એ.બી. વોરા દ્વારા સૈયદ રાજપરા ગામે રહેતો વિપુલ મહેશ કામળીયા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે ગીર સોમનાથ જિલ્લાના કલેકટર આર.જી. ગોહિલને મોકલવામાં આવેલ હતી. જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતાઓને ધ્યાને લઈ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા જીલ્લા એલસીબી ટીમના પ્રવીણ મોરી, પ્રફુલ વાઢેર, રાજુ ગઢીયા તેમજ સંદીપ ઝણકાટ ઉના તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ત્યારે તાલુકાનાં દરીયાઈ કાઠા વિસ્તારના સૈયદ રાજપરા ગામના માથાભારે શખ્સ વિપુલ મહેશ કામળીયાને ઝડપી પાડી સેન્ટ્રલ જેલ ભુજ ખાતે ધકેલી દેવાતા માથાભારે શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયેલ હતો..

 

 

-રાજપરાના-માથાભારે-શખ્સને-પાસા-હેઠળ-અટકાયત-કરી-સેન્ટ્રલ-જેલ-ભુજ-ખાતે-ધકેલી-દેવાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *