ઉના દીવ રોડ પર આવેલ ખેતીવાડી 66 કે.વી. ફીડરના ચાલુ લાઈન ની 11 કે.વી. ના વીજ પોલ સાથે એક ગોંડલના ટ્રક નં. GJ 16 V 4876 ના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર વીજ પોલ સાથે ભટકાયો હતો. આ ઘટનામાં વિજ પોલના કટકા થયા હતા. અને ચાલુ લાઈનના વાયરો ટ્રક ઉપર પટકાઈ હતી. જે જોઇ ત્યાંથી પસાર થતાં એક યુવાને કોઈપણ વિલંબ વગર વીજકર્મીને જાણ કરતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામા આવ્યો હતો. જેથી સદનસીબે ટ્રકમાં રહેલ 12 લોકોનું ચમત્કારી બચાવ થયો હતો. અને ટ્રકના ડ્રાઇવર પાસે પીજીવીસીએલ દ્વારા દંડની રકમ વસુલાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રક ચાલક ત્યાંથી રવાના કરવામાં આવેલ…