Gujarat

૭૪ -જેતપુર વિધાન સભા બેઠક પર નો પોલિંગ સ્ટાફ તેની ચૂંટણી ફરજ પર રવાના થયો 

૭૪ -જેતપુર વિધાન સભા ના ૩૦૦ મતદાન મથકો ઉપર ૧૪૦૪ કર્મચારી ઓ ફરજ પર
——
હથિયારધારી પોલીસ જવાનો સાથે બુથ પર ઇ વી એમ અને વી વી પેટ રવાના
—/- ————-
રાજકોટ ૩૦/૧૧/૨૨
વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ “અવસર” ના આગલા દિવસે જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે  ના   ડીસ્પેચિંગ સેન્ટર થી  ૭૪ -જેતપુર વિધાનસભા બેઠકના 300 જેટલા મતદાન મથક (બુથ )ઉપર ચૂંટણી કામગીરી માટે રોકવામાં આવેલ પ્રિસાઇડિંગ ઓફિસરો  .પોલિંગ ઓફિસરો તેમજ ચૂંટણી સમયે મતદાન માટેની કામગીરીમાં રોકાયેલા ૧૪૦૪ જેટલા પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને જે તે બુથ પર ઉપયોગમાં લેવાનાર મતદાન માટેના ઇ.વી.એમ અને  વી.વી .પેટ તેમજ જરૂરી સાહિત્ય સામગ્રી જેવી કે સરનામા ટેગ ,પિંક પેપર સીલ ,ખાસ ટેગ ,ગ્રીન પેપર સીલ ,મતદાર યાદી ,વિશિષ્ટ દર્શક સિક્કો ,મતદાર કાપલી,મતદાન વિસ્તારની સંખ્યા દર્શાવતી નોટિસ ,વગેરે સાહિત્ય લઈને 300 જેટલી ટીમો  ને કામગીરીની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન સાથે  ૭૪-જેતપુર ના ચૂંટણી અધિકારી શ્રી નૈમિશ પટેલ નાયબ ચૂંટણી અધિકારી શ્રી ઓ સર્વે શ્રી કે .બી .સાંગાણી શ્રી કે .એમ .અઘેરા શ્રી ડી.એ. ગીનિયા ની રાહબરી હેઠળ બુથ તરફ ૪૦  બસ વાહનો દ્વારા  ૩૨ રૂટ માં પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવેલ .
આ તમામ સ્ટાફ મતદાનના સમયે તેની ફરજ બજાવશે અને ૭૪-જેતપુર મત વિસ્તારના ૨૭૫૬૭૮ મતદાતા ના મતદાન સમયે ચૂંટણી કામગીરીને ન્યાય આપી ફરજ અદા કરશે

IMG-20221130-WA0186.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *