Gujarat

પી.એમ. કિસાન યોજના અંતર્ગત લાભાર્થીઓને આધાર કે.વાય.સી. પ્રક્રિયા પૂર્ણ કરાવવા અનુરોધ

આથી જામનગરની જાહેર જનતાને જણાવવાનું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાહેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારોને વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય ૦૩ હપ્તામાં ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજિયાત પણે આધાર કે.વાય.સી. પૂર્ણ કરાવવાનું રહેશે. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. અને આધાર સીડેડ નહિ કરાવ્યું હોય તેમને હવે પછીની સહાયના હપ્તાં સરકાર તરફથી બેંક ખાતામાં જમા કરાવવાના આવશે નહિ. જે ખેડૂતોને ઈ-કે.વાય.સી. કરાવવાનું બાકી હોય તેઓએ તાત્કાલિક ધોરણે નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ કરાવી શકાશે, અને તે માટે રૂ.૧૫ ફી ચુકવવાની રહેશે. આ ઉપરાંત મોબાઇલ ફોન પર ઓટીપી બેઝડ ઈ-કે.વાય.સી. પણ કરી શકાશે. લાભાર્થી ખેડૂતોને આધાર સીડેડ અને ઈ-કે.વાય.સી. કરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા સહાય જમા કરાવવામાં આવશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *