Gujarat

માંગરોળ બંદર માં જીએફસીસીના પમ્પના ડિઝલમાં પાણી ફરિયાદ ને લઈ ઉચકક્ષા એ થી તાપસ શરૂ   

માંગરોળ બંદર ખાતે માછીમારોને ડીઝલ માં સાથે પાણીની ભેળસેળ ની ફરીયાદો ઉઠતાં ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરાઇ છે ત્યારે આજે સરકાર અને કંપની દ્વારા માંગરોળ બંદરના ડીઝલના પંપ ઉપરથી ડીઝલના નમુનાઓ લેવામાં આવ્યા છે અને પંપનો જયાં સુધી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી પંપ બંધ રાખવા સુચના આપવામાં આવી છે
ખાસતો આ ડીઝલમાં પાણી તેમજ અન્ય કેમીકલ ભેળસેળ હોવાની આશંકા વ્યક્ત કરી માછીમારોએ હોબાળો મચાવ્યો હતો અને આ બાબતે ધટનાની મામલતદારને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી
બીજીતરફ વાત કરીએ તો ડીઝલમાં ભેળસેળની આશંકાને લઈને જે બોટો અહીથી ડીઝલ નખાવીને માછીમારી કરવા ગઈ હતી તેને કોઇ જોખમ ઉઠે તે પહેલાં પરત બોલાવીલેતા માછીમારોને લાખોની નુકસાની થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને હાલ આ નુકશાની બાબતે જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો માછીમારો મા ઉઠી રહ્યો છે, આ પ્રકરણમાં જે કોઈ પણ સામેલ હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માછીમાર આગેવાનો દ્વારા માંગ ઉઠી છે,
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20221206_174615.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *